________________
સંયમ કબ હી મિલે? બધાં જ દેવોનું બધાં જ કાળનું સુખ ભેગું કરી દઈએ, તો પણ એ મોક્ષસુખની તોલે ન આવી શકે. એ બધાં સુખને ડબલ કરો...દશગણું કરો. સો ગણું કરો હજારો-લાખો-કરોડોગણું કરો...અરે, અસંખ્ય-અનંતગણું કરો. એના અનંત વર્ગ (સ્લવેર્સ) કરો...એ વર્ગના પણ વર્ગ કરો. પણ તો ય એ મોક્ષના સુખને આંબી ન શકે. મમ્મી, આપણને સુખી કરવાની જેની તાકાત જ નથી, એ સંસાર પાસે સુખની ભીખ માંગવા કરતાં મોક્ષનું સ્વાધીન સુખ જ ન મેળવી લેવું જોઈએ? सव्वहा अपरतंतं जीवावत्थाणं । મોક્ષનો અર્થ છે સંપૂર્ણ સ્વાતન્ય.
જ્યાં સુખ માટે તમારે કોઈના મોઢા સામે જોઈ રહેવાની કોઈ જ જરૂર નથી. असुभरागाइरहियं સંસારમાં આપણું માનેલું-ભ્રમણાનું જે સુખ હોય છે, એ ય કેટકેટલી ગંદકીથી ખરડાયેલું હોય છે, કેટલું શરમજનક હોય છે... કેટકેટલા મલિન રાગ-દ્વેષોથી ભરેલું હોય છે. મોક્ષનું સુખ સાચું છે. શુદ્ધ છે. સ્વચ્છ છે. संतं सिवं अव्वाबाहंति । આ સુખ જ સારું છે, કલ્યાણકર છે. બીજા દુઃખોને ન નોતરે તેવું છે. Come on Mummy, Let's get it. Please, Tell me yes.