Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 29
________________ સંયમ કબ હી મિલે? ૨૯ સંસારમાં આ શલ્ય છે. કાંટો છે. ઇષ્ટવિયોગ. ગમતી વસ્તુ | વ્યક્તિ ઘટનાથી છુટા થવું પડે. એ તમારો જીવ લઈને જતા રહે, ને તમારે મડદાં થઈને જીવવું પડે. તમે રડો, કાળો, આંસુ સારો કે માથા પછાડો, પરિસ્થિતિ એવી ને એવી રહે. सम्बन्धानात्मनो जन्तु-र्यावतः कुरुते प्रियान् । तावन्तस्तस्य जायन्ते, हृदये शोकशङ्कवः ॥ જીવ પોતાના જેટલા જેટલા પ્રિય સંબંધો કરે છે, એટલા એટલા એના હૃદયમાં શોકના કાંટાઓ ભોંકાય છે. संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरियं ॥ જીવે આજ સુધીમાં દુઃખોની પરંપરા ભોગવી છે, એ ત્રાહિમામ પોકારી ગયો છે. ત્રાસી ગયો છે. ગળાફાટ રડ્યો છે ને આકાશફાટ ચીસો પાડી ચૂક્યો છે. એ બધાના મૂળમાં હતો કોઈ ને કોઈ સંયોગ. સંયોગ-સંબંધને મન-વચન-કાયાથી છોડી દેવો એ જ સુખી થવાનો એક માત્ર ઉપાય છે. संयोगा विप्रयोगान्ताः, पतनान्ता इवोच्छ्रयाः । સંયોગના અંતે વિયોગ અવશ્ય હોય છે. જેમ કે બોલ આકાશમાં ઉછળે એના અંતે પતન જ હોય છે. મમ્મી, મારી દીક્ષાની વાતથી તને તકલીફ થાય છે ને?

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84