________________
૨૨
સંયમ કબ હી મિલે? (૨) રાગમયી માતા - જે માતાને સ્વાર્થગર્ભિત આંધળો સ્નેહ હોય,
દેખીતી રીતે તો એ પ્રેમ લાગે, પણ એનું પરિણામ સારું હોતું નથી. દીકરો દીક્ષા ન લઈ લે એ માટે સુકોશલની માતાએ છેલ્લી હદ સુધીના પ્રયાસ કર્યા હતાં. આવી માતા પોતાનું ય બગાડે અને દીકરાનું પણ બગાડે. પોતાને ય દુઃખી કરે ને દીકરાને ય દુઃખી કરે. દીકરાના શરીરની જ એને ચિંતા હોય, આત્માની નહીં. દીકરાના આલોકની જ એને પડી હોય, પરલોકની નહીં. દીકરાના વ્યવહારિક જ્ઞાનની જ એને કાળજી હોય, તત્ત્વજ્ઞાનની નહીં. દીકરો એના રાગને પોષે એવા જ એના પ્રયત્નો હોય, વિરાગને નહીં. દીકરાને સંપત્તિ અને સ્ત્રી મળે એવી જ એને ઇચ્છા હોય, એને સંયમ મળે એવી બિસ્કુલ ઇચ્છા ન હોય, જાણે સંયમ પામીને દીકરો વંચિત ને દુ:ખી ન થઈ જવાનો હોય, એવી એની માનસિકતા હોય છે. પરિણામ સ્પષ્ટ છે. પોતાનું ય ઘોર અહિત અને સંતાનનું ય ઘોર અહિત. (૩) પ્રેમમયી માતા - જે માતા પોતાના સ્વાર્થને ગૌણ કરીને
પુત્રના હિતનો વિચાર કરે. ગજસુકુમાલ, મેઘકુમાર, શાલિભદ્ર, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને મહોપાધ્યાય યશોવિજયજી જેવાઓની માતા આવી હતી. નિઃસ્વાર્થી પ્રેમમયી. આજે પણ દર વર્ષે થતી સેંકડો દીક્ષાઓના મૂળમાં