________________
૨૦
સંયમ કબ હી મિલે ?
संवरटुइअच्छिद्दं नाणकण्णधारं तवपवणजवणं
જહાજ આપણને મળ્યું છે,
તો સંયમ દ્વારા આપણે એના છિદ્રોને પૂરી દઈએ.
જ્ઞાન દ્વારા એનું સુકાન સુરક્ષિત કરી દઈએ
અને તપ દ્વારા એને અનુકૂળ પવનથી વેગીલું બનાવી દઈએ. મમ્મી,
ભવસાગર છે બહુ ભારી, ઝોલા ખાતી આ નાવડી મારી. આ સ્થિતિમાં મને મારી માતા પાસેથી શું અપેક્ષા હોય ? ભવપારની ? કે પછી ડુબવાની ?
તું જો મોહાધીન થઈ, વિવેકને ભૂલી, ભગવાનના વચનને ભૂલી તો મારું ડુબવું ય નિશ્ચિત છે. ને તારું ડુબવું ય નિશ્ચિત છે.
શું તું એવું કરીશ મમ્મી ?
મારા દુઃખે દુ:ખી થતી, મારા માટે વિહ્વળ થતી,
મારા જીવનને જ પોતાનું જીવન સમજતી
ને મારા માટે અડધી અડધી થતી,
એવી તું જ જો મને આ ભવને સફળ કરવાનું પ્રોત્સાહન નહીં આપે,
સામે ચાલીને મને સંયમની પ્રેરણા નહીં આપે
સિંહનાદ કરીને મારા સત્ત્વને વધુ ઉલ્લસિત નહીં કરે,
અરે,
ઉપરથી તું જ જો મને રોકીશ...મને ઢીલો પાડીશ...
મારા મોહના ઉદયમાં નિમિત્ત બનીશ
અને મારી સદ્ભાવનાની ભરતીને ઓટમાં ફેરવી દેવા મથીશ,
તો પછી મારા ભવપારમાં કોણ સહાયક બનશે ?