Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 18
________________ ૧૮ પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે दुल्हे खलु माणूसे भवे, चिरकालेण वि सव्वपाणीणं । गाढा य विवाग कम्पुणो, समयं गोयम ! मा पमायए ॥ હે ગૌતમ ! લાંબા સમયે પણ ફરી મનુષ્ય ભવ મળે એ સર્વ જીવો માટે ખૂબ જ મુશ્કેલ છે. કર્મોના વિપાકો ખૂબ જ આકરા હોય છે = સંયમ કબ હી મિલે ? માટે તું આત્મહિતની સાધનામાં એક સમય માટે પણ પ્રમાદ ન કરીશ. બીજા ભવોમાં આ સાધના થવી શક્ય જ નથી. अइप्पभूआ अण्णे भवा दुक्खबहुला मोहंधयारा अकुसलाणुबंधिो । બીજા ભવો તો ઘણા છે, પણ એમાં દુઃખોનો પાર નથી, ચારે બાજુ મોહનો અંધકાર છવાયેલો છે, ને એ ભવો પછી જે પરંપરા ચાલે છે, એમાં પણ શુભ કહી શકાય, એવું કશું જ નથી. Tell me Mummy-Papa, પગ તળે કચરાઈ જતી કીડી કઈ સાધના કરી શકે ? બારીની ફાંટમાં બે ટુકડા થઈ જતી ગરોળી કઈ તપસ્યા કરી શકે ? કતલખાનામાં કરપીણ હત્યા પામતો પશુ શું સ્વાધ્યાય કરી શકે ? માછીમારની જાળમાં તરફડતી માછલી શું આત્મહિત કરી શકે ? સૂપ બની જતું ચિકન શું જિનાજ્ઞાપાલન કરી શકે ? જયૂસ બની જતું ફ્રુટ શું મોક્ષયાત્રા કરી શકે ? દર્દીલી ચીસો પાડતો નારક શું દીક્ષા લઈ શકે ? વિરતિથી ધરાર વંચિત દેવો દુ:ખી થવા સિવાય બીજું શું કરી શકે ? કરી શકવાની વાત તો પછીની છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84