Book Title: Sayam Kab Hi Mile
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 19
________________ સંયમ કબ હી મિલે? ૧૯ કશું ય સમજવાની પણ સ્થિતિ ન હતી એવો આપણો ભૂતકાળ છે. અરે, કેટકેટલા ઊંધા ભૂંસા મગજમાં ભરીને બેઠાં'તા આપણે. એવા જ ઊંધા કામો કર્યા આપણે. ને ફરી ફરી ઉપર આવીને ય ડુબ્યા - પાછા છેક તળિયે જઈને પહોંચ્યાં. શું આ ભવમાં પણ આપણે ફરી આ જ ભૂલ કરવી છે? अजुग्गा सुद्धधम्मस्स । એ ભવો શુદ્ધ ધર્મની સાધના માટે યોગ્ય ન હતાં. આ ભવ યોગ્ય છે. जुग्गं च एअं पोअभूअं भवसमुद्दे । આ ભવ તો ભવસાગરમાં જહાજ જેવો છે. શું આપણે એને સંસારની મોહ-માયામાં રફેદફે કરી દઈશું? મમ્મી, જહાજ તો તરવા માટે હોય છે, પાર ઉતરવા માટે હોય છે. ભાંગવા માટે નહીં. जुत्तं सकज्जे निउंजिउं। આપણા માટે એ જ ઉચિત છે, કે આપણે એનો ઉપયોગ કરીએ, આપણે આપણા આત્માર્થ માટે પુરુષાર્થ કરીએ, આત્મહિતની સાધનામાં આપણે સર્વ શક્તિથી જોડાઈ જઈએ. આ ભવમાં આની સિવાય બીજું કાંઈ જ કરવા જેવું નથી. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર કહે છે -સ્વાર્થઅંશો દિ મૂર્વતા - આત્માર્થથી ભ્રષ્ટ થવું એ બહુ જ મોટી મૂર્ખતા છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84