________________
સંયમ કબ હી મિલે ?
ઓ મમ્મી,
તું તો આટલી સમજેલી છે, ધર્મપરાયણ અને વિવેકી છે,
તારે તો ખુદ સંયમસ્વીકારમાં આગેકૂચ કરીને
મને આલંબન આપવાનું હોય,
કદાચ મારી કોઈ ઢીલાશ કે અધુરાશ હોય
તો એને તારે પૂરી કરી દેવાની હોય,
એની બદલે જો તું જ મને રોકીશ, તો મારું શું થશે ?
ષોડશક પ્રકરણ કહે છે - તદ્રુપ્ હિતા ચ નનનીતિ ।
મા એ જે હિતસ્વિની હોય.
ડગલે ને પગલે સંતાનના હિતનો વિચાર કરે,
ડગલે ને પગલે સંતાનના હિતનો જ પ્રયાસ કરે
ને પોતાનો બધો જ ભોગ આપીને સંતાનનું હિત કરીને જંપે એ ખરી મા.
માતૃત્વનો આની સિવાય બીજો કોઈ જ અર્થ નથી.
Do you know mummy ? ચાર પ્રકારની માતા હોય છે.
(૧) સ્વાર્થમયી માતા - જેને માત્ર પોતાનો સ્વાર્થ દેખાતો હોય. જે પોતાના સ્વાર્થને ખાતર પુત્રને પણ ખતમ કરી દે.
૨૧
બ્રહ્મદત્તની માતાએ ખુદ દીકરાના ઘરમાં આગ લગાડી હતી. અમરકુમારની માતાએ દીકરાને બિલ કરી દેવા માટે વેંચી દીધો હતો.
આજે લાખો માતાઓ સંતાનને જન્મ પહેલા જ
મોતને ઘાટ ઉતારી રહી છે,
એ બધી પણ સ્વાર્થમયી માતા છે.