________________
સંયમ કબ હી મિલે?
૨૩
પ્રેમમયી માતા હોય છે. રાગ બીજાને રડાવીને પણ ધાર્યું કરીને રહે છે. પ્રેમ ખુદ રડી લે છે, પણ રડાવવાનું ધારતો પણ નથી. આથી પણ આગળનું સત્ય એ છે કે પ્રેમ આગળ ચાલીને પૂર્ણ સંતોષ અને પ્રસન્નતા બની જાય છે, જેને આજે હજારો પ્રેમમયી માતાઓ ખરેખર અનુભવી રહી છે. (૪) વાત્સલ્યમયી માતા - જે માતા સ્વયં પુત્રનું હિત કરવા માટે
પ્રબળ પુરુષાર્થ કરે. જે માતા સામે ચાલીને પુત્રને સંયમની પ્રેરણાઓ કરે... ખુદ પીઠબળ આપે. ને પ્રતિકૂળ સંયોગોમાં પણ પુત્રને સંયમ અપાવીને જંપે. અરણિક મુનિવરની માતા આવી હતી. I know my Mummy, તારો નંબર ત્રીજી કે ચોથા માતામાં આવી શકે. પહેલી કે બીજીમાં હરગીઝ નહીં. એને તો ‘મા’ કહેવી એ પણ એક જાતનું માતૃત્વનું અપમાન છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે – माता पिता स्वः सुगुरुश्च तत्त्वात्, प्रबोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्मविघ्नादिकृतेश्च जीवम् ॥ ખરા માતા-પિતા એ છે, ખરાં સ્વજન અને સદ્ગુરુ પણ એ છે, જે ખુદ પ્રતિબોધ કરે, ખુદ સંસારનું સ્વરૂપ સમજાવે, ખુદ મોહના પડળોને વિખેરી દે અને શુદ્ધ ધર્મમાં જોડી દે. આની બદલે જેઓ ધર્મમાર્ગે જવા ઇચ્છતા સંતાનને અંતરાય કરે,