________________
૧૫
સંયમ કબ હી મિલે? આ છે સંસાર, એક ટ્રેનનો ડબ્બો, એક ધર્મશાળા. જેને આપણે “ઘર’ કહીએ છીએ, એ હકીકતમાં આ છે. Please try to understand, આમાં મોહ સિવાય-ભ્રમણ અને અજ્ઞાન સિવાય બીજું શું છે ? અને આનું ફળ પણ દુઃખ સિવાય બીજું શું છે? મમ્મી, કદાચ તારું મન હઠ પકડશે, “ભલે પચાસ વર્ષ તો પચાસ વર્ષ, એટલું તો આપણે સાથે રહીશું.” પણ આ ય આપણી ભ્રમણા હોય છે કારણ કે આયુષ્યનો કોઈ જ ભરોસો નથી. ઉદ્દામ વૂ - મૃત્યુ ખૂબ જ જબરું છે - ભારે છે - ભલાભલાને ભોંઠા પાડે તેવું છે. એક વાર એ આવ્યું એટલે ખેલ ખલાસ. ધર્મબિન્દુમાં કહ્યું છે – दुर्लभं प्राप्य मानुष्यं, विधेयं हितमात्मनः । करोत्यकाण्ड एवेह, मृत्युः सर्वं न किञ्चन ॥ મનુષ્યપણું ખૂબ જ દુર્લભ છે એને પામીને એક જ વસ્તુ કરવા જેવી છે ને એ છે આત્મહિત. એમાં બિસ્કુલ વિલંબ કરવા જેવો નથી, કારણ કે મૃત્યુ અકાળે જ ત્રાટકે છે ને બધું જ શૂન્ય કરી નાંખે છે. Don't we see Mummy? રોજ રોજ કેટલા લોકો મરે છે ! ને કેવી કેવી રીતે કરે છે !