________________
૧૬
લીધી. તેવા ભાવાવેશના અંતિમ દિવસે કોશા વિષે વિકલ્પ રહિત થઈ પોતાના બાહુપાશમાં તેને સમાવી દીધી ત્યારે કોશાનું રોમેરોમ પોકારી ઊડ્યું ઃ આ જ સ્વર્ગ છે. સ્વર્ગથી અધિક છે. સઘળો શ્રમ યથાર્થતા પામ્યો.
રૂપકોશા ક્યાં જાણતી હતી એની આ સ્વર્ગીય પળો ચાર દિવસની ચાંદની જેવી નીવડવાની છે. અને એને સ્વીકારનારો ભદ્ર તો સાધુતાના પરમપંથે ચાલી નીકળશે. બાર બાર વર્ષની પ્રેમથી ગૂંથેલી કડીઓ તૂટી પડશે ! - સ્થૂલિભદ્રના ચિત્તમાં પિતૃગૃહ ત્યાગનો કે પાપનો ડંખ ન રહે તેવી સતત ચિંતા સેવતી, કોશાએ અદ્ભુત રંગશાળાનું નિર્માણ કરી ભદ્રના હૃદયના ઊંડાણમાં એક શલ્ય હતું તેને પણ શમાવી દીધું. રંગશાળાના અંતિમ દશ્યમાં ભદ્ર પણ અનુપમ અભિનય પ્રગટ કર્યો, આમ ભદ્ર-કોશાએ જાણે સંતાનરૂપી રંગશાળાને જન્મ આપી નિરાંત અનુભવતા હતા. રૂપકોશાના રાત્રિદિવસ ભદ્રના સહવાસમાં આનંદભર્યા વરસો વીતતાં ગયાં.
કોશાનો પ્રેમ ભદ્ર પ્રત્યે અપેક્ષારહિત હતો. છતાં તેના ગણિકાજન્ય સંસ્કારથી વિલાસી જીવનની મર્યાદા ન હતી. સામાન્ય
સ્ત્રી ભોગવિલાસનું અંતર બાહ્ય આવું પરિબળ ઊપજાવી ન શકે તેણે ભદ્ર પાસે પોતાનું અસ્તિત્વ એવું ઊપજાવ્યું હતું, ભદ્ર તેના વગર એક ક્ષણ જીવી ન શકે. યદ્યપિ કોશાને ગણિકાજન્ય સંસ્કારથી એમાં કંઈ અયુક્ત લાગતું ન હતું.
આવા મનોભાવવાળી કોશાને ત્યજીને ભદ્ર ગયો ત્યારે કારમાં વિરહની મૂછમાંથી તેને જાગતા ઘણા દિવસો વીતી ગયા. તે સમયના તેના હૃદયની વ્યથા કોઈ કવિ પણ કરી શકવા સમર્થ ન બને. તેના એક એક રોમમાં દરેક ક્ષણ વિરહની પીડાથી – દર્શનથી ભરેલા હતા. સુખભર્યા એ જ ઉદ્યાનો એ જ ચિત્રશાળા સ્મશાનવત લાગતા હતા.
કોશા રોજ સવારે એક આશાએ ઊઠતી ભદ્ર આવશે. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org