________________
૮૬ ૦ સંયમવીર ચૂલિભદ્ર મહામંત્રીનું આત્મવિસર્જન
બીજે દિવસે રાજસભા ભરાઈ હતી. જ્યાં રોજની ગૌરવશીલ સભા અને આજની દાવાનળ સમી સભા ! રાજા નંદની આંખોમાં પણ ખુસ હતું. પ્રજા માટે મહારાજા અને મહાઅમાત્ય બંને સ્વામી જેવા હતા. આ બે વચ્ચે કંઈ યુદ્ધ મંડાય તો કોનો પક્ષ લેવો?
મહારાજાની આજ્ઞા હતી કે મહાઅમાત્યને જેલ ભેગા કરી તેમના વિશ્વાસુ સેવકો, સ્વજનો, પુત્ર, પુત્રીઓ સૌને કેદ કરવા. એ રીતે ચારે બાજુ સૈન્ય ગોઠવાયું હતું. રાજસભામાં સૌ સચિંત હતા.
થોડી વાર પછી મહાઅમાત્ય પધાર્યા. રોજની જેમ નિખાલસ અને પૂર્ણ સ્વસ્થતાથી આવતા સ્વામીભક્ત મંત્રીરાજની મુખમુદ્રા નિહાળી રાસભા નમી પડી. સૌના મનમાં થયું આ મંત્રી વિશ્વાસઘાતી ન હોય !
મંત્રીરાજે પોતાના આસન નજીક પહોંચી રાજસભા પ્રત્યે વેધક પણ સ્નેહભરી નજર નાખી. સૌનાં મસ્તક નીચા નમી ગયાં. પછી મંત્રીરાજે નંદરાજા પ્રત્યે નજર કરી, તેઓએ નજર ફેરવી લીધી. મંત્રીરાજે મહારાજાનું અભિવાદન કરવા પોતાનું મસ્તક નીચું નમાવ્યું. મહારાજા સૈનિકોને કંઈ આજ્ઞા આપે તે પહેલાં હવામાં એક નગ્ન તલવાર તોળાઈ અને ક્ષણ વારમાં મહાઅમાત્યનું માથું ધડ પરથી જુદું થઈ ગયું. આખી સભામાં મંત્રી રાજના લોહીનો છંટકાવ જાણે સૌને પવિત્ર કરવા રેલાઈ ગયો.
ખૂન ખૂન ! પકડો, કોણ છે ખૂની? અરે આ તો મંત્રીપુત્ર શ્રીયક ! અને ખૂન પિતાનું ? પિતાના લોહીથી ખરડાયેલી તલવાર તેના હાથમાં હતી.
શ્રીયકે પિતૃઆજ્ઞા પાળવા શૂરવીરતા દાખવી હતી, લોહી નીગળતી તલવારે નમ્રતાથી મહારાજાને માથું નમાવીને ઊભો રહ્યો. હૃદયમાં દુઃખનો દાવાનળ જલતો હતો.
મહામંત્રીની ગૌરવવંતી કાયા જમીન પર ઢળી પડી હતી. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org