________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૯૯ ગુરુદેવ કહેતા, વત્સ કામનું ઔષધ કામ અર્થાત્ વૈયાવચ્ચ, તપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે છે. ભદ્રને નવજીવન પામ્યાનો આત્મિક આનંદ હતો. ગુનિશ્રામાં સમર્પણથી અને ધર્મબળે તેનામાં એવી શક્તિ પ્રગટ થઈ હતી કે ભોગના ભોગ થવાને બદલે ભોગ તેમના તપતેજનો બલિ થઈ ગયો હતો. વળી તેમની જ્ઞાનપ્રતિભા પણ ઉજમાળ હતી. આથી ગુરુદેવ તેમને ભાવિ ઉત્તરાધિકારીને યોગ્ય જ્ઞાનદાન કરતા. ( મુનિઓની અપૂર્વ સાધના છતાં –
માનવમન વિચિત્ર છે. સાધુતામાં પણ દોષને જાણે, છતાં દૂર કરવામાં છેતરે છે. ભદ્રમુનિની પ્રગતિ સ્પર્ધારહિત સહજ અને નિર્દોષ હતી. પરંતુ અન્ય મુનિઓને તેજોદ્વેષ થતો. આને કારણે ત્રણ શિષ્યો જેમને પોતાના સામર્થ્યનો ભ્રમ હતો, તેઓ ગુરુદેવ પાસે આવ્યા. તેમણે વિચાર્યું કે ગુરુદેવ વિલાસી જીવન જીવેલા નવા સાધુને ઘણું મહત્ત્વ આપે છે. તેમને આપણે આપણી સાધનાની શક્તિનો ખ્યાલ આપવો જરૂરી છે.
પ્રથમ શિષ્યઃ ગુરુદેવ દક્ષિણ દિશામાં એક નરમાંસ ભક્ષી વાઘની ગુફા છે. તે ગુફાકારે ચાતુર્માસ કરી મારે વેર સામે નિર્વેરની શક્તિ પારખવી છે.”
ગુરુદેવઃ “તથાસ્તુ.”
બીજા તેજોદ્વેષી મુનિએ આજ્ઞા માંગી કે “થોડે દૂર જંગલમાં ભયંકર દૃષ્ટિવિષ સર્પ છે. તેના એક ફુત્કાર માત્રથી પ્રાણ નાશ પામે છે. ત્યાં હું ઉપવાસી રહી ચાતુર્માસ ગાળવા ઈચ્છું . અહિંસા ભાવથી હિંસક ભાવને પરાસ્ત કરીશ.”
ગુરુદેવ: “તથાસ્તુ”
ત્રીજો શિષ્ય : “હું કૂવાના કાંઠે બેસી ચાતુર્માસમાં કાયોત્સર્ગ આરાધના કરવા ઇચ્છું છું. આપ આજ્ઞા આપો.”
ગુરુદેવ: “તથાસ્તુ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org