________________
૧૦૮ સંયમવી૨ સ્થૂલિભદ્ર
વાત જવા દો.’’
સ્થૂલિભદ્ર મુનિ : ‘‘હે કોશા ! નારી મારે મન પાપ નથી. કેટલીય સતીઓ પ્રાતઃ સ્મરણીય છે, નારીમાં પણ સત્યની શક્તિ પડેલી છે. હું તારામાં એ શક્તિ જોઈ રહ્યો છું, જે પ્રગટ થતાં પુરુષો પણ તારા પ્રત્યે સૌંદર્યપિપાસાને બદલે અહોભાવથી જોશે. તારામાં પાપ ન હતું. મેં તને વિલાસનું સાધન માન્યું હતું આજે મને તારા આત્માનું સૌંદર્ય દેખાય છે, તેથી તું મારે માટે પૂજ્ય છું. તું મુક્ત બને તે માટે હું તારે દ્વારે આવ્યો છું. પ્રેમને સાચો પુરવાર કરવો છે. મને જે આત્મશાંતિ મળી તે તને પણ મળે. તે માટે તને મારે નવકારનું મંત્રદાન કરવું છે. તારાં નૃત્યો હું જોઈશ પણ હવે તે દરેક નૃત્ય પહેલાં તારે મંત્રોચ્ચાર કરવો પડશે.”
ભદ્રમુનિ અત્યંત કરુણાસભર બોલ્યા, “કોશા, જાગ્રત થા’' શા માટે વ્યર્થ પરિશ્રમ કરે છે ? આ જીવનની એક ક્ષણિક પ્યાસને બૂઝવવા પૂરું જીવન વેડફી રહી છું.”
ભદ્રના ચરણોમાં પડેલી કોશા હૈયાફાટ રુદન કરતી હતી. ‘ભદ્ર મારો તારા સંગ વગર જીવ જાય છે અને તને તપત્યાગના ઢોંગ સૂઝે છે.’’
મુનિ શાંત અને સ્થિર હતા. તેઓ કોશાના રૂપ લાવણ્યથી ૫૨ હતા. તેઓ પુનઃ બોલ્યા :
“રૂપરાણી કોશા” અતિ વાત્સલ્યમય એ સ્વરો સાંભળી કોશા સ્વસ્થતાથી બેઠી થઈ.
“શું તમે ખરેખર મને સ્નેહથી સ્વીકારો છો ?'
“હા, ફક્ત દેહથી નહિ, પણ તારા આત્માને હું સ્વીકારું છું. કોશા તારા દેહ કરતાં તારા આત્મામાં અપાર સૌંદર્ય છે, તેના ૫૨ મારો સ્નેહ વ૨સી જ રહ્યો છે. તને તે સૌંદર્યનું ભાન કરાવવા આવ્યો છું.'
ના પણ મને તો પ્રેમઘેલો ભદ્ર જોઈએ.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org