________________
૧૨૪ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર પહેલાં તેની પાસે સમજપૂર્વક કામ લેવું પડશે.
રથાધ્યક્ષ ઉદ્યાનમાં જઈને બોલ્યો. “હે રૂપસુંદરી મારી મનોમૂર્તિ હું તને મારી કળા બતાવું.” એમ કહી તેણે એક તીર છોડ્યું. તે દૂરના વૃક્ષના આમ્રફળને વીંધીને દૂર નીકળી ગયું. “આ તો મારી સામાન્ય કળા છે. તું કહે તો મારું તીર આગ પેટાવી શકે, તીર દ્વારા વિષ પણ વરસાવી શકું. તું જેમ રીઝે તેમ કરવા હું તત્પર છું.”
કોશા : “મને એવી હિંસક વાતોમાં રસ નથી.” “છતાં તું જો તો ખરી કે મારી પાસે કેવું બળ છે.”
એમ કહી તેણે દૂરના આમ્રવૃક્ષ પર તીર છોડ્યું. તે તીર આમ્રવૃક્ષની પાકી લૂબ લઈને પાછું ફર્યું. રથાધ્યક્ષે તે લૂબ ખૂબ સ્નેહભાવ દર્શાવી કોશાના ચરણોમાં ધરી દીધી.
કોશા : “તમારી કળા અદ્ભુત છે પણ તેનાથી અદ્દભુત કળા તમારે જોવી છે ?”
આમ તો કોશાએ સ્થૂલિભદ્રના ગયા પછી અને શ્રાવિકાવ્રત લીધા પછી નૃત્યગાન ત્યજી દીધાં હતાં પણ રથાધ્યક્ષ વ્રતની ભાષા સમજે તેવી શક્યતા ન હતી. તે નૃત્યની ભાષા સમજશે તેમ માની તેણે દાસીને બોલાવી.
દાસીએ આજ્ઞા પ્રમાણે એક સરસવના ગોળ દાણાનો ઢગલો કર્યો તેના પર મોટી લાંબી સોય મૂકી. સરસવ પર પુષ્પોનો ઢગલો કરી ઢાંકી દીધા ફક્ત અગ્રભાગે સોય જ દેખાય તેવી વ્યવસ્થા કરી.
કોશાની ઉંમર કંઈક થઈ હતી. વળી શ્રાવિકાવ્રતને કારણે સાદાં વસ્ત્રો પરિધાન કર્યા હતાં. છતાં મૂળમાં જે સૌંદર્ય હતું તે કંઈ છાનું ન રહે.
રથાધ્યક્ષ તો મનમાં પોતાની મનોમૂર્તિને મેળવવાની આતુરતા. સેવતો હતો. તે આ સર્વે જોતો હતો. ત્યાં તો કોશા તાલબધ્ધ રીતે પુષ્પો પર નૃત્ય કરવા લાગી, અંતે સોય પર અંગૂઠો ગોઠવી નૃત્ય કર્યું. જે નૃત્યમાં તેના હાવભાવમાં સાત્વિકતા હતી. અને મન પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org