________________
૧૨૨ • સંયમવીર સ્થૂલિભદ્ર દોષ જુએ. શ્રાવિકા કોશા એમાં પણ પોતાનું શ્રેય જોતી.
કોશાને હજી પણ ગણિકા માનનારાઓ, જો કોશા રંગશાળામાં નૃત્યારંભ આદરે તો પાટલીપુત્રની જનતા તે જોવા તૈયાર હતી. અરે આજે પણ તેના રૂપરંગને જોવાવાળાની, રાજા-મહારાજાની ખોટ ન હતી. પરંતુ તે સૌને આ શ્રાવિકાના વ્રત પસંદ ન હતા. એક વાર તેના સૌંદર્ય અને નૃત્યકલા પર પ્રસ્તુતિના કાવ્યો રચનારાને ગણિકા પસંદ હતી. પણ ગુણિકા પસંદ ન હતી.
છતાં યૂલિભદ્રની અનઉપસ્થિતિમાં કામી પુરુષો તેનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરતા. કોશા પરિચારિકા દ્વારા સૌને બહારથી જ વિદાય કરી દેતી.
હવે રથાધ્યક્ષનો વારો હતો. મહામંત્રીના આત્મવિસર્જન પછીની રાજ્યની અવ્યવસ્થા તેને ખૂંચતી હતી. વળી હવે તે પણ યુદ્ધથી કંટાળ્યો હતો. તેમાં સ્થૂલિભદ્રના ગયા પછી પુનઃ કોશાને પોતાની હૃદયરાણી બનાવવાના કોડ જાગ્યા. પ્રસંગોપાત તેણે મહારાજા પાસે કંઈક સંકોચ સહ કોશાની માંગણી કરી.
મહામંત્રી પછી નંદરાજાનું ગૌરવ કંઈ ઘટ્યું હતું કે શું? તેમણે એ પણ વિચાર ન કર્યો કે કોશાએ તો રાજ્યસેવાથી મુક્તિ માંગેલી છે. રાજ્યની કોઈ સગવડ સામગ્રી પણ તેણે સ્વીકારી નથી. તેના પર હવે આજ્ઞાપત્ર લખી આપવાનો શું હક્ક છે? છતાં તેમણે કોશાને રથાધ્યક્ષને આધીન થવાની આજ્ઞાપત્ર લખી આપ્યો, અને કહ્યું :
મારા વીરયોદ્ધાનું મનોવાંછિત પૂર્ણ કરવાની મારી ફરજ છે. વળી કોશાનાં ભાગ્ય ખૂલી ગયાં. સ્થૂલિભદ્ર પછી તેને આવો વીર પરાક્રમી પુરુષ મળ્યો.”
અરે આ નંદરાજાની બુદ્ધિ શું ભ્રષ્ટ થઈ હશે ? અરે પણ તેમને આ રાજ્યની અંધાધૂંધીમાં શું ખબર હોય કે સ્થૂલિભદ્ર ક્યારે આવ્યા? શું કરી ગયા! કોશાએ શું સ્વીકાર્યું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org