Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 152
________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૨૯ શુભારંભ થયો. પ્રભુ મહાવીરે ઉપદેશેલાં અને ગણધરોએ ગૂંથેલાં બાર અંગોમાંથી પ્રથમ વારાંગનો ઉદ્ધાર શરૂ કર્યો. જૈન સાધુઓએ કેવી રીતે વર્તવું તે માટે આચાર, ગોચરી, સ્વાધ્યાય, શય્યા, ઉપધિ, = (સાધુઓના ઉપકરણ) ભક્તપાન, તપ વગેરેનું દિગ્દર્શન કરાવ્યું. - જે એક જાણે છે, તે બધું જાણે છે, અને જે સર્વ જાણે છે, એ એક જાણે છે.' – પ્રભુ વીરના આ નાના છતાં મહાન સૂત્રનો વિશદ અર્થ વિચારીને તો સહુ ચકિત થઈ ગયા. એક વસ્તુને તેના સર્વરૂપ, સર્વપર્યાય, સર્વ વિવક્ષા સાથે જાણકાર સર્વ વસ્તુને જાણે છે. આચારાંગ સૂત્ર તેના સ્કંધ અને અધ્યયન સાથે રૂઢ થઈ ગયું. સુત્રવૃ5 તારની વાચના શરૂ થઈ, જેને જે યાદ હતું તે સહુ સ્મૃતિને આધારે ટાંકવા લાગ્યા. આ ગ્રંથનું મૂળ વક્તવ્ય એ હતું કે અહિંસા ધર્મ જેના મૂળમાં છે, એ જ શ્રેષ્ઠ ધર્મ છે. આ ધર્મ અને તેના આચારો તેમ જ તે અંગે જ્ઞાન, વિનય આદિગુણોની ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પ્રભુમહાવીરના સમયમાં પ્રવર્તતા અન્ય ૩૬૩ મતોની નિયમાવલિની તુલનાકરી. આ ૩૬૩માં પણ ૧૮૦ ક્રિયાવાદી હતા. ૮૪ આક્રિયાવાદી હતાં, ૬૭ અજ્ઞાનવાદી અને ૩ર વિનયવાદી હતા. સારાંશમાં એમ જણાવવામાં આવ્યું, કે મત બધા તિરસ્કારવા યોગ્ય છે, અને વિનય એ પ્રધાન ભૂષણ છે. દેહ તે અન્ય અને હું તે અન્ય - એવી ભાવના આમાંથી કેળવાય છે. સ્કંધ અને અધ્યયનપૂર્વક આ બીજું અંગ સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનની આ ઉપાસનાએ પાટલીપુત્રનો ચહેરો ફેરવી નાખ્યો હતો. આવી તક ફરી ફરીને મળવી દુર્લભ હતી. ખંડ ખંડ થયેલ અંગને સંગ્રહતાં દિવસો ચાલ્યા જતા; પણ કુશળ સાધુઓ તરત તેને વ્યવસ્થિત કરી દેતા. - ત્રીજું અંગ થાન શરૂ થયું. જીવ અને અજીવનું આમાં વર્ણન કરવામાં આવ્યું હતું. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ આ દ્રવ્યોમાં જીવ સિવાય બધાં દ્રવ્યો અજીવ છે. જીવો પણ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158