________________
૧૩૦ • સંયમવીર ચૂલિભદ્ર પ્રકારના છે : સ્થાવર, સકલેન્દ્રિય ને વિકસેન્દ્રિય, કર્મબંધનવાળા જીવો સંસારી કહેવાય છે; કર્મબંધનથી વિમુક્ત સિદ્ધ કહેવાય છે. આમાં વિરોધી ધર્મો (સાત નિલવ)નું ખંડન ને સ્વધર્મનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ અંગે આ રીતે સમાપ્ત થયું.
ચોથું અંગ તે સમવાયા. આ અંગમાં કોટાનકોટિ જીવોના ને નજીવોના ભેદો ને તેમના ગુણપર્યાયોની મીમાંસા રજૂ કરવામાં આવી હતી. કારણ અને કાર્યની સાપેક્ષતા જણાવી છે.
પાંચમું અંગ વ્યાધ્યાપ્રજ્ઞપ્તિ શરૂ થયું.
એક એક અંગ સંગૃહીત કરતાં દિવસોના દિવસ વ્યવતીત થઈ જતા, પણ કોઈને ઉતાવળ નહોતી. સ્થૂલિભદ્રની વિદ્વત્તા ને વિચક્ષણતા નિહાળી સર્વસાધુઓ અને સંઘના મુખથી ધન્ય ધન્યના સ્વરો સ્વયં નીકળી પડતા.
વ્યવ્યાપ્રજ્ઞપ્તિ એટલે ગૌતમસ્વામી આદિ શિષ્યોએ પ્રભુ મહાવીરને પૂછેલા પદાર્થોના ભગવાન મહાવીરે સ્વયં કરેલા ખુલાસાઓનો સંગ્રહ. આ જ પદાર્થોનું નિરૂપણ સુધર્માસ્વામીએ જબૂસ્વામીને કહેલું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંબંધી તેમ જ શેય પદાર્થોની વ્યવસ્થા જીવ આદિ વિષેના ૩૬૦૦૦ પ્રશ્નોનો આમાં સમાવેશ થયો હતો. આજીવકો ને પાર્થાપત્યો વગેરેનાં વર્ણનો પણ આમાં હતાં. ગણધરો, શિષ્યો અને વિરોધીઓનાં વર્ણનો પણ આમાં હતાં. હિંદની તત્કાલીન સોળ જાતિઓનું વર્ણન પણ તેમાં હતું.
પણ આ પછી જે અંગો આવ્યાં તે સામાન્ય જનતાને પણ અત્યંત રસિક લાગવા માંડ્યાં. પ્રભુએ ઉદાહરણરૂપ ધર્મતત્ત્વપ્રધાન કથાઓ કહેલી તેનો સંગ્રહ તે જ્ઞાતાધર્મકથા. એમાં સસલાને બચાવવા મરનાર હાથીની કથા, મોરનાં ઈંડાંની કથા, નંદીકલની કથા, મેઘકુમારની કથા, માકર્દીની કથા, દ્રૌપદીની વગેરે વગેરે ધર્મબોધ આપનારી ને રસિક કથાઓનો સંગ્રહ સાંભળી સહુ અત્યંત પ્રસન થયા. જાણે સહુના અનુભવની બીના અને છતાં તેમાં કેટલું ગૂઢ રહસ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org