Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 154
________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૩૧ સમાયેલું હતું ! આમાં ૭૨ કલા ને ૧૮ દેશી ભાષાઓની ચર્ચા આવી. હવે રસિક અંગો આવી રહ્યાં હતાં. સાતમું અંગ ૩પાસશા આવ્યું, જેઓ સાધુઓ નથી બની શકતાં છતાં સંયમપ્રધાન ધર્મના ઉપાસક બનવાનું પસંદ કરે છે, તેઓનાં જીવન ચર્ચતું આ અંગ અનેક મગધવાસીઓને પ્રિય બન્યું. ભગવાન મહાવીરના આનંદાદિ દશ ઉપાસક શ્રાવકોનાં આમાં ચિરત્ર હતાં. આ ચિરત્રો સાંભળી સહુને આ તરણતારણહારની કરુણા પ્રત્યે અત્યંત ભક્તિ જાગી. આઠમું અંગ સંત તવશાળ. આમાં કર્મનો અને તેના નિમિત્તરૂપ સંસારનો ત્યાગ કરી જેમણે સંસારનો અંત કર્યો છે, એવા તીર્થંકરોનાં પુણ્યચરિત્રો ગૂંથાયેલા હતાં. આ પછી નવમું અંગ ‘અનુત્તરોપપતિષ્ઠ વાં’ સંગ્રહાયું. આમાં અનુત્તર નામના સ્વર્ગમાં રહેનાર અને પછી એક જ ભવે મોક્ષપ્રાપ્તિ ક૨ના૨ જીવોનાં વર્ણન છે. દસમું પ્રશ્નવ્યારા દશાંશ આમાં જે દ્વાર કર્મો આવે છે તે અને જેથી કર્મો આવતાં બંધ થાય છે, તેનું વર્ણન હતું. અગિયારમું અંગ તે વિષાસૂત્ર આ કાળે દેખાતાં કર્મળોનું કારણ વગેરેની આમાં દૃષ્ટાંત સાથે ચર્ચા કરવામાં આવેલી છે. આમ ધીરે ધીરે શ્રી સ્થૂલિભદ્રની નિશ્રામાં અગિયાર અંગો સંગૃહીત કરવામાં આવ્યાં. આ અંગો અર્ધમાગધી ભાષામાં હતાં. પણ હવે છેલ્લું સંસ્કૃતભાષાનું અંગ દૃષ્ટિવાવ બાકી રહ્યું. આ અંગ એક મહાન અંગ હતું. એમાં સર્વ પદાર્થોની ગંભી૨ પ્રરૂપણા કરવામાં આવી હતી. એના પાંચ વિભાગો રચવામાં આવ્યા હતા. અને તેમાં પૂર્વ નામના વિભાગના ચૌદ પૂર્વે હતાં. એ ચૌદ પૂર્વેમાં અનેક ચમત્કારિક વસ્તુઓ હતી, અનેક વિદ્યાઓ, શક્તિઓ અને સામર્થ્યનો તેમાં સંચય હતો, પણ તે જાણવા માટે પણ અધિકાર મેળવવો પડતો. સામાન્ય સાધુને એ પૂર્વે સંભળાવવામાં પણ ન આવતાં. અગિયા૨ અંગની વાચના અર્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158