Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 157
________________ ૧૪ • સંયમવીર સ્થૂલિભદ્ર ગુરુદેવ એક વાર ક્ષમા કરો પુનઃ અપરાધ નહિ કરું.” ગુરુદેવે ગંભીરભાવે કહ્યું: “મહામુનિ તમારા પર મને વિશ્વાસ છે, પણ કાળ પડતો આવે છે એટલે એ જ્ઞાન હવે ગુપ્ત જ રહેશે.” સ્થૂલિભદ્રને થયું મારી એક ભૂલ ખાતર મહત્ત્વનું જ્ઞાન નષ્ટ થશે, ગુરુનું વચન ફરે તેમ ન હતું. આથી તેમણે શ્રીસંઘ પાસે પોતાની ભૂલ રજૂ કરી બધી હકીકત જણાવી. શ્રી સંઘે ગુરુદેવને ભદ્રમુનિને બાકીનું અધ્યયન કરાવવા વિનંતી કરી. ( કાળજ્ઞ ભદ્રબાહુ સ્વામી સંઘ પ્રત્યે ભક્તિભાવ રાખી ભદ્રબાહુ સ્વામીએ પોતાના નિર્ણયનું સાચું કારણ જણાવ્યું કે “વિષમ કાળ આવી રહ્યો છે. મહામુનિ જેવા પણ ચમત્કારમાં પડ્યા તો ભાવિ સાધુઓ ચમત્કારમાં પડશે, આ વિદ્યાઓ ઐહિક સુખ કે મહત્તામાં વપરાશ માટે મારો નિર્ણય યોગ્ય છે.” - યૂલિભદ્રના હૃદયમાં અપાર વેદના હતી. આથી શ્રી સંઘે પુનઃ વિનંતી કરી. સંઘની આજ્ઞાને ધારણ કરી તેમણે સ્થૂલિભદ્રને બાકીના ચાર પૂર્વોની માત્ર સૂત્ર વાંચના આપી, અર્થ રહસ્ય ગુપ્ત રાખ્યાં. સ્થૂલિભદ્ર અંતિમ ચૌદ પૂર્વધર થયા. ત્યારપછી ભદ્રબાહુસ્વામી એકાંતમાં ગયા. સ્થૂલિભદ્રને યુગપ્રધાનપદે નિયુક્ત કર્યા. શાસ્ત્રકથન છે ૮૪ ચોવીસી સુધી કામવિજેતા સંયમવીર સ્થૂલિભદ્રનું નામ મંગળકારી મનાશે. મંગલે ભગવાન વીરો મંગલ ગૌતમ પ્રભુ, મંગલે સ્થૂલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલ. ססס Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158