Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 150
________________ સંયમવીર ચૂલિભદ્ર • ૧૨૭ અને ઉપકારી મહામંત્રીનું આત્મવિસર્જન થયું. ઓહ હું આવો પાપી, હવે ક્યાં જઈ શાંતિ મેળવું?” હે કોશા ખરેખર તું મારી ગુરુ છે. તારો સંયમભાવ પણ પ્રશંસનીય છે.” હે રથાધ્યક્ષ તમારા જીવને શાંતિ મળી તે માટે મુનિ સ્થૂલિભદ્રનો આભાર માનો. તેમણે આપણા જેવા કેટલાયને ધર્મમાર્ગ બતાવ્યો છે.” “ચાલો આપણે હમણાં જ તેમનાં દર્શન કરી પવિત્ર થઈએ. પણ કોશા તે મારા જેવા પાપીની સામે જોશે! મને ધર્મમાર્ગે લઈ જવા યોગ્ય ગણશે ?” અરે તે મુનિ તો પાપ અને પાપીથી પર છે. તેમને ઊંચનીચના પણ ભેદ નથી. ખરેખર તેઓ મહામાનવ અને સંયમવીર છે.” બંને એક જ રથમાં બેસી મુનિના દર્શને નીકળ્યા. હવે બંનેના ભાવો ઉત્તમ હતા, એટલે એક રથમાં બેઠા છતાં પવિત્રતાનો સ્પર્શ અનુભવતાં હતાં. ન કોઈ ક્ષોભ, ન કોઈ મોહ, ન કોઈ ભય. બંનેનાં હૈયાં નિર્દોષ આનંદથી ભરેલાં હતાં. તેઓ મુનિ પાસે પહોંચ્યાં. મુનિનાં દર્શન કરી રથાધ્યક્ષ પાવન થયો. બળવાન તો હતો. તેણે સ્થૂલિભદ્ર પાસે દીક્ષિત થઈ જીવન ધન્ય બનાવ્યું. વીર યોદ્ધો હતો. હવે અંતરના લેશો અને સંસ્કારોની સામે યુદ્ધે ચઢ્યો. અને જીત મેળવી દીક્ષિત થઈ જીવન સાર્થક કર્યું. ધર્મ પામેલી કોશાને પણ ધન્ય છે. મહામંત્રી શકટાલના મૃત્યુ પછી પાટલીપુત્રમાં ઘણી ઘટનાઓ ઘટી ગઈ. નંદરાજાના મગધની પડતી દોડતી હતી ત્યાં બાર વર્ષના દુકાળે તો માનવને હણો બનાવ્યો. એ તપોભૂમિમાંથી સાધુજનો અન્યત્ર વિહાર કરી ગયા. કેટલાકે અનશન લીધા. ભગવાન મહાવીરનો બોધ મુખપાઠે પરંપરાએ સચવાયો હતો. દુષ્કાળને કારણે એ સ્મરણશક્તિ પર આઘાત પહોંચ્યો. સંભૂતિ મુનિ કાળધર્મ પામ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158