________________
૧૨૬ સંયમવીર સ્થૂલિભદ્ર નૃત્યો જોવાં છતાં જેની દૃષ્ટિમાં કે એક રોમમાં વિકાર પેદા થયો નથી તેવો પવિત્ર પુરુષ એક જ જોયો! રથાધ્યક્ષનું આત્મ પરિવર્તન
રથાધ્યક્ષને માટે આ ભાષા નવી હતી. જેના સ્મરણમાત્રથી જીવ કામાતુર થઈ જતો, ત્યારે આ તો કહે છે કે ભોગવિલાસના વરસોના પરિચય પછી પણ તે જ સ્થાને સંયમ સાધી શક્યો, તેવો પુરુષ હોઈ શકે ?
“માનુની એ પુરુષનું પવિત્ર નામ શું છે, તેને મારા કોટિશ પ્રણામ
છે.”
તે બીજો કોઈ નહિ તમારો જ બાળમિત્ર સ્થૂલિભદ્ર. હવે વિચારો કે કોશા ગણિકા છે કે તમારી મિત્રવધૂ છે !”
રથાધ્યક્ષ ઘડીભર ક્ષોભ પામી ગયો. તેની દૃષ્ટિમાં કંઈક પરિવર્તન જોઈ કોશા બોલી :
માનવી શસ્ત્રકળા વડે જીવોની હત્યા કરી શ્રેષ્ઠ ગણાતો હોત તો વાઘ સિંહમાં ક્યાં પરાક્રમ ઓછું હોય છે ! માનવની ખરી વીરતા સંયમમાં છે. શસ્ત્રવિદ્યાએ માનવને પશુ બનાવ્યો છે. ધર્મવિદ્યા પશુને માણસ બનાવે અને માણસને દેવ બનાવે.”
આમેય કોશાની વાણીમાં મધુરતા હતી. તેમાં સંયમને કારણે નિખાલસતા અને નમ્રતા ભળી. કોશાના સ્વસ્થતાભર્યા અને ખુમારીભર્યા મીઠા વાકચાતુર્યથી યોદ્ધાનું જોર નરમ પડ્યું. પુરુષ છતાં આંખો સજળ બની. વળી તેણે ક્યારે આવી શાંતિ અનુભવી ન હતી. માનસિક રીતે કામવાસનાથી પીડાતો, બાહ્ય રીતે રાજ્યની ખટપટમાં ધંધવાતો, મૃત્યુના ખેલ ખેલતો, કોશાની કરુણાસભર વાણીથી પસ્તાવા લાગ્યો.
જીવનમાં કરેલાં પાપો નજર સમક્ષ તરવરવા લાગ્યાં. “કોશા તને મેળવવાના લોભમાં વરરુચિનો હાથો બન્યો. જેના પરિણામે પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org