________________
૧૨૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
આમ કહી શ્રીયકે પોતાના ઘોડાને આડે માર્ગે વાળી લીધો જાણે કોઈનો ભેટો થયો નથી.
મહારાજા નંદના રાજ્યમાં અનેક ખટપટો ઊભી થઈ હતી. ચંદ્રગુપ્તે લશ્કર તૈયાર કરી લંડ ઉઠાવ્યું હતું. એક વાર શ્રીયક જેવા મહામંત્રી અને રથાધ્યક્ષ જેવા યોદ્ધાઓથી તે તાત્કાલિક શમી ગયું હતું. તેના બદલામાં મહારાજાએ દરેકને ઇચ્છિત માંગવા કહ્યું.
શ્રીયકે પિતાના આત્મવિસર્જન પછી મંત્રીમુદ્રા ગ્રહણ કરી હતી. છતાં પિતાના આખરી વચનો તેના કર્ણપટ પર ગુંજતાં હતાં.
“બેટા રાજકારણ જ્વાળામુખી છે. તેમાં પડવા જેવું નથી. સમય આવે ધર્મનું શરણ લેજો.’
યુદ્ધના વિરામ પછી મહારાજાએ જ્યારે ઇચ્છિત માંગવાનું કહ્યું ત્યારે શ્રીયકે નિવૃત્તિ માંગી. કારણ કે તે રાજખટપટ અને કાવાદાવાથી દૂર થવા માંગતો હતો.
મહારાજા વચનબદ્ધ હતા, વળી તેમણે ભલા શ્રીયકને સ્થાને વળી કોઈ યોગ્ય મહામંત્રી મળશે તેવી આશાએ તેની મુક્તિનો સ્વીકાર કર્યો.
આ પ્રસંગ બન્યા પછી શ્રીયકના મનમાં એક રંજ રહી ગયો. મગધેશ્વરના શત્રુને જીવતો ન મૂકવાની પિતાની પ્રતિજ્ઞાનું સામર્થ્ય ક્યાં ? અને મારે માથે આવેલું આ ધર્મસંકટ ક્યાં ? આમ તેના ચિત્તમાં હવે મંત્રીપદ નગણ્ય બની ગયું. જો નંદરાજા આ વાત જાણે તો પુનઃ મહામંત્રી શકટાલના આત્મવિસર્જનનું પુનરાવર્તન જ થાય,
આથી મહારાજની પાસેથી મુક્તિ માંગી હતી. કારણ કે પિતાની જેમ તેનામાં અમૃત અને વિષને જીરવવાની તાકાત ન હતી. આથી મુક્તિ માંગીને પિતાના વચનને યાદ કર્યાં. રાજની ખટપટ મૂકીને ધર્મમાર્ગે ચાલ્યા જો. બહેનો તો દીક્ષિત થઈ જ હતી.
શ્રીયકે પોતાના પરિવારની યોગ્ય વ્યવસ્થા કરી દીક્ષા ગ્રહણ કરી. જીવનમાં રણમેદાને જીવેલા શ્રીયકમાં વ્રત ાપ કે કઠોર જીવનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org