Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 142
________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૧૯ વારુ એક બહેન તરીકે મારા કર્તવ્યના પાલનની પળને જતી કરીને તમને વચન આપું છું નિશ્ચિત રહેજો.” ભોળા દિલના શ્રીયક વળી તેમને કોઈ દિવસ આવા પ્રણયના પ્રસંગોનો અનુભવ નહિ. વિચારમાં પડ્યા કે આ સંસારના રંગમંચ પર આવા કેટલા ખેલ ખેલાતા હશે અને જીવો શું મેળવતા હશે? ચંદ્રગુપ્ત અને વિષ્ણુગુપ્ત પાટલીપુત્ર પર હુમલો કર્યો. પરંતુ નંદરાજાના સૈન્ય આગળ ટકી ન શક્યા. ભાગવું પડ્યું. તેમને જીવતા પકડવા મહારાજ મોખરે થયા ત્યાં તો મહામંત્રી શ્રીયક તેમની સામે આવી બોલ્યો, “મહારાજ એ ભાગેડુને પકડવા આપને જવું પડે તે શોભાસ્પદ નથી. આમ નગરીની રક્ષા કરો, હું બંનેને પકડી હાજર કરું છું.” શ્રીયકે આમ કહીને પવનવેગી ઘોડાને દોડાવ્યો. ચંદ્રગુપ્ત અને વિષ્ણુગુપ્તના ઘોડાઓ થાકેલા હતા. શ્રીયક ઘડીકવારમાં તેમની નજીક પહોંચ્યો અને બૂમ મારી: ઘોડા થોભાવો” વિષ્ણુગુપ્ત શ્રીયકનો અવાજ પારખી ગયો. “કોણ શ્રીયક” શ્રીયક નામ સાંભળી ચંદ્રગુપ્ત તલવાર કાઢી. શ્રીયક પર ગા કરવા તલવાર ઝીંકી, શ્રીયક પણ કુશળ હતા, ઢાલના રક્ષણથી બચી ગયા. તે બોલ્યો : “ચંદ્રગુપ્ત તારે તલવાર ચલાવવી હોય તો ચલાવ હું વચનબદ્ધ છું એટલે તારા પર ઘા નહિ કરું, પણ ઢાલ ઘરી રાખીશ.” વિષ્ણુગુપ્ત બોલ્યા, “ચંદ્રગુપ્ત તલવાર મ્યાન કર. આતો શ્રીયક છે તેમને નમસ્કાર કર. તેમના હાથે મોત પણ મીઠું છે.” “મગધપતિના શત્રુને જીવતો જવા દેનાર શ્રીયક સ્વામીદ્રોહી છે.” વિષ્ણુગુપ્ત: “તને જીવતો રાખવા તેના પિતાએ બલિદાન આપ્યું છે.” શ્રીયક વચ્ચે બોલ્યો “તમે અહીંથી ભાગી જાઓ. તમે બચવા પામ્યા છો. તેનો ઉપકાર સુરૂપાનો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158