________________
૧૧૮૭ સંયમવી૨ સ્થૂલિભદ્ર
વફાદાર હતા. ચંદ્રગુપ્ત, વિષ્ણુગુપ્તની મદદથી નંદરાજાનો નાશ કરવા રાજ્ય મેળવવા અવારનવાર પાટલીપુત્ર પર હુમલા કરતો. એક વાર તો ચંદ્રગુપ્ત ગુપ્તવેશે નંદરાજાની રાજપુત્રી સુરૂપાના પરિચયમાં આવ્યો. સુરૂપા તેના ૫૨ મોહિત થઈ હતી. તેને શંકા હતી કે સામાન્ય સૈન્ય અને સામગ્રી દ્વારા ચંદ્રગુપ્ત નંદરાજા અને શ્રીયક જેવા રણયોદ્ધાઓ સાથે ટકશે કે કેમ ?
એકવાર સુરૂપા શ્રીયક મહામંત્રીને મળી. તેણે કહ્યું “ગુપ્તવેશે થોડા વખત માટે મહારાજાની સેવામાં રહી જનાર ચંદ્રગુપ્ત હતા તે તમે જાણો છો ને ! પછી સંકોચ સહ બોલી કે હું તેની સાથે સ્નેહથી બંધાયેલી છું. યુદ્ધે ચડેલા એ રાજકુમાર ભવિષ્યમાં તમારી સામે આવી જાય તો તેનું રક્ષણ કરજો.’’
શ્રીયક તો પરંપરાથી ચાલી આવેલા મંત્રીપદથી મગધેશ્વરને વફાદાર રહેવામાં જ પોતાની ઇતિશ્રી માનતા હતા. મગધના વેરી તરીકે પોતાના જ પિતાની ગણના થઈ ત્યારે તેમણે આત્મવિસર્જન કર્યું. તો પછી મારાથી વેરીને જીવતો કેમ મુકાય ? “હે રાજકુમારી એ શક્ય નથી.’”
મહામંત્રી, તમારા પિતાના સમયમાં ચંદ્રગુપ્તના વંશજોને બચાવનાર તમારા જ પિતા હતાને !
પિતાના સામર્થ્યની વાત સાંભળી શ્રીયકના મનમાં છૂપી વેદના
ઊઠી.
“મારા પિતા વિષ અને અમૃત પચાવી શકતા હતા. વળી તેમનું સામર્થ્ય એવું હતું કે નંદરાજા સામે, મગધ સામ્રાજ્ય સામે કોઈ ચેડાં કરી શકતું ન હતું. છતાં તમે ચિંતા ન કરશો ચંદ્રગુપ્ત સાથે વિષ્ણુગુપ્ત છે તેની તાકાત જ તેની રક્ષા કરશે.”
“સુરૂપા અત્યંત નમ્ર થઈને બોલી છતાં સમય આવે તમે પણ એની રક્ષા કરજો મારા સ્નેહ પાત્રને જાળવજો.'’
તેના દયાર્દ્ર સ્વરથી લાગણીપ્રધાન શ્રીયક બોલ્યા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org