________________
૧૧૬ ૦ સંયમવીર ચૂલિભદ્ર છિપાવ. તને મળવામાં મને મારી તપશ્ચર્યા ફળી લાગે છે. મુનિએ પૂરી તપશ્ચર્યાની હૂંડી જ વટાવી દીધી.
મુનિરાજ હું કોણ છું? જાણો છો? કોશાએ મુનિને સમજાવવા પ્રયત્ન કર્યો. મારાં દર્શનની કિંમત ખબર છે? મારો દેહ મીઠી વાતોથી પ્રાપ્ત થતો નથી, ઘણું દ્રવ્ય ચૂકવવું પડે છે.”
પણ મુનિ પાસે ધન ક્યાંથી હોય?” તો પછી મારા દેહના સુખની આશા ન રાખશો.” “તું કહે તે રીતે ધન લાવું. મારામાં શક્તિ છે.”
જાઓ નેપાળના રાજા નવીન સાધુને રત્નકંબલ આપે છે તે લઈ આવો પછી કોશાને મળો.”
મુનિરાજે તરત જ નેપાળ તરફ પ્રયાણ કર્યું પગપાળા કેટલા કષ્ટ પહોંચ્યા. વાસનાએ ખોટું વીરત્વ પેદા કર્યું હતું. રાજાને રીઝવી રત્નકંબલ લઈ પાછા એ જ કષ્ટ વેઠીને પાટલીપુત્રની ચિત્રશાળામાં પહોંચ્યા. કોશાના ખંડમાં ધસી ગયા. કેમ જાણે કોશા તેમને પ્રેમથી સ્વીકારશે! કામવાસનાની પરવશતાએ મુનિને પણ વિવેકથી ભ્રષ્ટ કર્યા.
કોશાએ મુનિરાજને જોયા “આવી ગયા ! તપ સંયમ કરતાંય ઘણું કષ્ટ વેઠ્યું હશે ?”
કોશા તારે માટે એ કંઈ કષ્ટ ન હતું. અને મુનિરાજે તેની નજીક જવા પ્રયત્ન કર્યો.”
જરા થોભો મને સ્નાનાદિ કરી લેવા દો.” કોશા સ્નાન કરી એક વસ્ત્ર વીંટાળી હાજર થઈ. મુનિ તેના સૌંદર્યને જોઈને ભાન ભૂલ્યા, તેને ભેટવા ઊભા થઈ ગયા.
કોશા : “લાવો રત્નકંબલ.” રત્નકંબલ હાથમાં લઈ તેનાથી ભીના વાળ લૂક્યા પગ લૂક્યા, મોં નાક સાફ કરી પાસે એક ખાળમાં ફેંકી દીધી.
“અરે કોશા શું કરે છે? કેટલા પરિશ્રમે રત્નકંબલ લાવ્યો છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org