________________
સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૧૧૫ છે. જાણે પોપટની પઢેલી ભાષા હોય તેમ બોલી ગયા. ચતુર કોશા ઘણું સમજી ગઈ.
કોશાનો વેશ સાદો હતો પણ સૌંદર્ય તો એમાંય ડોકિયાં કરતું હતું. મુનિરાજે ચિત્રશાળામાં સ્થાન લીધું. ચારે બાજુ નજર નાંખી. અદ્દભુત.” ત્યાં તો કોશા રસથી મઘમઘતા ભોજનના થાળ લઈને આવી, તેના સૌંદર્યને દેહરચના જ એવી હતી કે તે ચાલતી તો નૃત્ય લાગતું. બોલતી તો મધુર સંગીત રણઝણતું. તેની આંખોમાં નિર્દોષતા હતી પરંતુ બાહ્ય સૌંદર્ય કેમ છુપાવવું ? તેનું હૃદય તો ભક્તિ સભર હતું. પણ નિર્બળ માનવીને કામના દર્શન થતા કોશાએ પાત્રમાં ભિક્ષા આપવા માંડી. મુનિની નજર તેના સૌંદર્ય તરફ સ્થિર થવા લાગી. વળી અહંના અણસારે વૃત્તિને ગોપવી લેતા. એક ક્ષુદ્ર વેશ્યા મને તપસ્વીને શું કરશે?
ભિક્ષા આપી કોશા ચાલી ગઈ. તેમની સામે નૃત્ય તો કરવાનું ન હતું. એ તો હવે પુરાણી કહાણી હતી. રાત્રિએ મુનિરાજને સ્વપ્નમાં કોશા ઊપસી આવતી. વળી સાવધ થઈ બેસી જાપ ધ્યાન કરતાં થોડા દિવસ આમ પસાર થયા. પરંતુ મુનિને નિદ્રામાં કોશાના સ્વપ્ન સતાવવા લાગ્યાં.
કોશા મુનિની સેવા કરતી પરંતુ તેના હૃદયમાં પવિત્રતાનો સ્પર્શ હતો. વિકારે ભક્તિનું રૂપ લીધું હતું, તેથી સ્વસ્થ હતી.
મુનિના સ્વખે મુનિને અતિ વિહ્વળ બનાવ્યા. એક રાત્રિએ ભાનભૂલી તેમણે કોશાના શયનગૃહમાં પ્રવેશ કર્યો. કોશા સાધક હતી તે નિદ્રામાં પણ જાગ્રત હતી. આંખ ખૂલી કામાતૂર મુનિને જોયા. સફાળી બેઠી થઈ. મુનિને તેમની અધમતાનું ભાન કરાવ્યું. ગુરુદેવનું સ્મરણ કરાવ્યું. ગુરુદેવનું નામ સાંભળી મુનિ પાછા વળ્યા પણ કામદેવે પૂરો કબજો જમાવ્યો હતો.
પુનઃ બીજી રાત્રિએ એ દશા. કોશા જાગતી જ હતી. મુનિએ તો બકવાસ શરૂ કર્યો. મારી પ્રાણદેવી, સૌંદર્યમૂર્તિ મારી કામતૃષાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org