________________
સંયમવીર સ્થૂલિભદ્ર – ૧૧૧ તેના હૃદયને પાવન કરતી હતી. મનની વાસનાઓનો અંત આવ્યો હતો. મુનિના અથાગ પ્રયત્ન અને કરુણાસભર બોધને કા૨ણે કોશામાં આધ્યાત્મિક સંચાર થયો હતો.
સ્થૂલિભદ્રમુનિ ધ્યાનમાંથી ઊઠ્યા, કોશાને શાંત ચિત્તે બેઠેલી જોઈ પ્રસન્ન થયા. બંનેની દૃષ્ટિ મળી. મુનિની દૃષ્ટિમાં નિર્મળતા હતી અને કોશાની દૃષ્ટિમાં અહોભાવ હતો.
ધન્ય મુનિ તમે સંયમના બળે તર્યાં અને કોશાને તારી.
મુનિ બોલ્યા, “ચાલ કોશા તું કહે તો હવે ઉપવનમાં કે ચિત્રશાળામાં બેસીએ.' સર્વત્ર એ જ સાધનો હતાં પણ કોશાને હવે તેમાં કંઈ લાલસા, આકર્ષણ કે પ્રયોજન ન હતાં.
સ્થૂલિભદ્રે કોશા સાથે સંસારના ભોગવેલા વિલાસના પાપને નષ્ટ કરી કોશાને પણ ઉગારી. અને સાચા સુખનું ભાન કરાવી સન્માર્ગે દોરી.
ચાતુર્માસનો કાલે છેલ્લો દિવસ છે. મુનિ પ્રાતઃ કાળે વિદાય થશે. મુનિ તો જેવા નિર્લેપભાવે આવ્યા હતા તેવા જ વિદાય થશે. કોશા માટે પુનઃ વિરહની પળો આવી. હા પણ તેમાં ઘણું અંતર હતું. વિરહ કા૨મો લાગશે પણ પહેલાંના વિરહમાં જે શૂનકાર હતો તેને બદલે કોશાને ધર્મ ભાવનાથી ભરેલું એક સાધન મળી ગયું હતું. જેમાં ભાવિ જીવનની ઉજ્વળતા હતી.
ભદ્રે કહ્યું : “કોશા તને આપેલું વચન પૂર્ણ થયું.”
“આપણને કોઈ શક્તિ જુદાં કરી નહિ શકે, તે સમયે સંસારભાવ હતો આજે સંયમભાવ છે, જેનું ઐક્ય પવિત્ર છે.' કોઈના દેહ એક થઈ શકતા નથી પરંતુ આત્મા જ્યારે પૂર્ણતા પામે છે ત્યારે ત્યાં આત્માનું ઐક્ય અર્થાત્ સમાનતા પ્રગટે છે.
વળી વાસ્તવિકતા એ છે કે સ્થૂલિભદ્રનું નામ ગવાશે ત્યારે રૂપકોશાનું નામ સુશ્રાવિકા તરીકે જળવાશે. કોશા જીતી હોત તો જગતને એનું આશ્ચર્ય ન હોત. પરંતુ સંયમવીર સ્થૂલિભદ્રની જીત એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org