________________
૧૧૨ સંયમવી૨ સ્થૂલિભદ્ર
ખરેખર આશ્ચર્ય છે, અદ્ભુત છે, દુષ્કર છે.
મુનિરાજની વાત્સલ્યભરી કરુણાએ કોશાનો આત્મા જાગી ગયો. તે ભદ્ર મુનિના ચરણમાં નમી પડી. ઓ ગુરુદેવ, મેં પાપાત્માએ તમારા જેવા ન૨૨ત્નને વિષયમાં ખરડી નાખ્યું. માથાના વાળ જેટલાં માાં પાપ કેમ નાશ પામશે ? શું હું ધર્મમાર્ગ પાળી શકીશ ?
કોશા શાંત થા, તારી આવરિત શક્તિ જાગ્રત થઈ છે. તું સાચી શ્રાવિકા થવાને યોગ્ય છે. તારાં પાપો પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં છે. તારો આત્મા પાવકપંથે પ્રયાણ કરવા સમર્થ છે.
કોશા ઊભી થઈ, બહાર ગઈ. થોડી વારમાં સાદાં વસ્ત્રો સહિત આડંબર કે અલંકારરહિત પાછી ફરી. ખૂબ સ્વસ્થ અને પ્રસન્ન હતી. પ્રણામ કરીને મુનિરાજના ચરણોમાં બેઠી. એ સાંજ તેના જીવનમાં અપૂર્વ હતી. મુનિરાજ પાસે બા૨ વ્રત ધારણ કર્યાં. એકાંતે એકલા જીવવાની સામગ્રી મળી ગઈ. જીવન ધન્ય બની ગયું.
પ્રભાત થતાં દાસદાસીઓને બોલાવી લીધાં. મુનિરાજે સૌને બોધ આપ્યો. કોશાના એ જ આવાસમાં આજે છૂપો પણ ધર્મઉત્સવ મનાઈ ગયો. કોશાને હવે શાસ્ત્ર અદ્યયન, તપ, સંયમ એના સાથી હતા. વફાદાર દાસદાસીઓને પણ પોતાની સ્વામિનીને આ રીતે આનંદથી જીવે તેમાં સુખ હતું. સ્થૂલિભદ્રની વિદાય વેળા આવી. કોશામાં હવે વિરહની વ્યથા ન હતી પણ ભક્તિનો સાત્ત્વિક આનંદ હતો. વિદાય થતા મુનિરાજને કોશા દૂર સુધી નિહાળી રહી. આવાસમાં પાછી ફરી, વળી ક્ષણ વાર તેનું કોમળ હૈયુ રડી ઊઠ્યું. પ્રાસાદનો પ્રાણ જાણે મુનિ હતા પણ ચાલ્યો ગયો. છતાં કોશા પાસે હવે આત્મિક બળ હતું. તે સ્વસ્થ થઈ ગઈ.
સ્થૂલિભદ્ર ગુપ્તપણે આવ્યા, કાર્યસિદ્ધિ થઈ ચાતુર્માસ પૂર્ણ થતાં એ જ ગુપ્તપણે વિદાય થયા. પાટલીપુત્રમાં પણ એક ઉત્સવ થઈ ગયો. સ્વર્ગસ્થ મંત્રીરાજની સાતે પુત્રીઓ સંસારનો ત્યાગ કરી દીક્ષિત થઈ. સંયમની આશાવાળા સમર્થ પિતાના સમર્થ સંતાનો સંયમને માર્ગ વળ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org