________________
૧) • સંયમવીર સ્થૂલિભદ્ર
આ મુનિઓ માનતા હતા કે ક્યાં અહીંના બાળ બ્રહ્મચારી સાધુઓ અને ક્યાં વિલાસી જીવનવાળો નવો મુનિ ! તેની સાધુતાનો રંગ પતંગ જેવો હોય.
વળી આપણે આપણું સામર્થ્ય ગુરુદેવને બતાવવું જોઈએ અને નવા સાધુને પણ આપણી લબ્ધિશક્તિનો ખ્યાલ આવે.
ગુરુદેવ જ્ઞાની હતા તેઓ જાણતા હતા કે આ મુનિઓના મન નિર્દોષ નથી. સાધના પરિપક્વ થતાં પહેલાં તેઓ આ સાહસ કરે છે. સાધુની શક્તિનું પ્રદર્શન ન હોય. કેવળ આત્મવિકાસની શુદ્ધિ તેમની સાધના હોય. જેવું ભવિતવ્ય એમ જાણીને ગુરુદેવે આશિષ આપ્યા. “તમે કરેલા સંકલ્પ પ્રમાણે જાઓ અને આત્મશુદ્ધિની વૃદ્ધિ કરો.” સાધના તો ઉત્કૃષ્ટ થશે. પરંતુ આત્મવિશુદ્ધ અગત્યની છે તેમ ગુરુદેવના કહેવાનો મર્મ હતો.
સ્થૂલિભદ્ર ત્યાં જ બેઠા હતા. મૌન હતા.
ગુરુદેવ: “કેમ ભદ્રમુનિ તમારો શો વિચાર છે ?” ( ગુરુઆજ્ઞાને આધીન
ગુરુદેવ આપની આજ્ઞા અને કૃપા હોય તો પાટલીપુત્ર કોશાની ચિત્રશાળા છે, જ્યાં હું બાર વરસ વિલાસમાં રહ્યો હતો, ત્યાં તમામ જાતના રસથી યુક્ત આહાર લેતા, વળી તપ સ્વાધ્યાયની ઉચ્ચ આરાધના કરવા ચાતુર્માસ ગાળવા ઇચ્છું છું. તે સાથે કોશાને ધર્મમાર્ગે વાળવાની ભાવના રાખું છું.”
“તથાસ્તુ.” ગુરુદેવને સ્થૂલિભદ્ર મુનિની નિર્મળતામાં વિશ્વાસ હતો.
એક શુભ દિવસે ચારે મુનિરાજ સૌ સૌના સ્થળે જવા રવાના થયા. પેલા ત્રણના ચિત્તમાં તેજોદ્વેષની મલિનતા હતી. તેમની સાધના દુષ્કર અને અપૂર્વ હતી. પણ તેમાં આવો સૂક્ષ્મ ડાઘ લાગી ગયો.
ભદ્રમુનિ કેવળ ગુરુદેવની કૃપાને જ ધારણ કરી પાટલીપુત્ર જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org