________________
સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૦૫ “ભલે હું તારી ઈચ્છા કે કલાનો પ્રતિકાર કરતો નથી. તું નૃત્ય કરશે તે જોઈશ. ભોજન આપશે તે ગ્રહણ કરીશ.”
તે રાત્રે ચિત્રશાળાને અદ્ભુત રીતે પુનઃ સજાવવામાં આવી હતી. રાત્રિ થતાં કોશાએ સોળ શણગાર સજ્યા, અન્ય વાદકોના સ્વર સાથે કોશાએ અવનવા અંગમરોડ સાથે નૃત્ય શરૂ કર્યું. નૃત્યમાં તેની દરેક અંગભંગી એવી હતી કે યોગી પણ ચલિત થાય. સંસારમાં સ્ત્રી કેટલી મોહક હોય તેનું દર્શન તેના દરેક નૃત્યના નુપૂરઝંકાર સાથે ખીલતું હતું. તે સાથે તેના સૂરીલા કંઠમાંથી સ્વર નીકળ્યા.
આશા-નિરાશ કર્યો અમને પ્રીતમજી એ ન ઘટે તમને, રસીલા સાથે રમશું, નાટક રંગ રસે કરશું.
દાવ લહી દિલડું હરશું. પ્રીતમજી એ ન ઘટે તમને. આમ પોતાના પ્રીતમને રીઝવવા કેટલુંયે ગાયું. ચારે બાજુ સંસારવાસનાને ઉત્તેજિત કરે તેવું વાતાવરણ, કોશાના દિલમાંથી ઊઠતા પ્રીતમ પ્રત્યેનો પ્યાર. થોડી વાર થાય કોશા સ્થિર દૃષ્ટિ કરી મુનિરાજને નીરખી લેતી.
પરંતુ મુનિરાજ ધીરગંભીર અને દઢતાથી બેઠા હતા. તેમના મુખ પર દિવ્યતાનું તેજ હતું. અવિકારીપણે તે કોશાના નૃત્યને જોતા હતા.
કોશાને થયું મુનિરાજ હજી રીક્યા નથી. તેથી વિશેષ હાવભાવ કરીને નૃત્ય સંગીતને વધુ વેગ આપ્યો. છતાં તેણે જોયું મુનિના નયનોમાં એ જ અવિકાર હતો. તે તો આ સઘળા વાતાવરણથી પર થઈ ગયા હતા. દેહને તો હાડચામનું માળખું જોતા હતા. રાત પૂરી થવા આવી હતી. તેણે અંતિમ સ્વર છોડ્યા.
“મોહન મહાલો મહેર કરી, દરિદ્રતા દેખી દુઃખભરી, બારેમાસ વિલાસ કરશું, નાટક રંગ રસે કરચું,
પ્રીતમજી આમ ન ઘટે તમને.” ગીત પૂરું થયું. કોશા ખૂબ પ્રમિત થઈ હતી. થાકીને તે મુનિના ચરણમાં ઢળી પડી. બંનેને એકાંત આપી દાસીઓ, વાદકો વિદાય થયા. દીપકો પણ બૂઝવા લાગ્યા. નૃત્યના ધમધમાટ પછી વાતાવરણ અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org