________________
૯૮ • સંયમવીર સ્થૂલિભદ્ર વૈશાખના ધોમ ધખતા તડકે બેસી કાયોત્સર્ગ કરે છે. સુંવાળી સેજ અને કોશાનો સંગ ત્યજી એક ખૂણામાં રાત્રિ વિતાવે છે. જે કોશા તેની કોમળ કાયાને સાચવવા પંખો વીંઝતી હતી તે કાયા પર બેસી મચ્છર, ડાંસ લોહી પીએ છે, જરીયાનાના વસ્ત્રોને બદલે જીર્ણશીર્ણ વસ્ત્રો ધારણ કર્યા છે. આમ પૂર્વજીવનની મલિનતાને, વિલાસી જીવનની વાસનાના સંસ્કારને તપશ્ચર્યાના અગ્નિમાં હોમી દઈ પવિત્રતામાં તેણે પ્રવેશ કર્યો.
મુનિ સ્થૂલિભદ્ર આવી કઠોર સાધુચર્યામાં શાંતિ અને અનેરો આનંદ અનુભવ્યો. ચિત્તપ્રસન્નતાની અખંડધારામાં જીવન હળવું બન્યું. આથી હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ, જીવન-મરણ જેવા કંદોથી મુક્ત થતા ગયા.
ગુરુદેવની નિશ્રામાં અવિરતપણે સાધના કરતા, ક્યારેક ક્ષતિ થતી ત્યારે ગુરુદેવ વાત્સલ્યપૂર્વક જગાડી દેતા. આમ સાધના વડે મન, વચન, કાયા પર પૂરો સંયમ પ્રાપ્ત કર્યો. હવે તેમને આ જગતના કોઈ પ્રલોભનો ચળાવી નહિ શકે. ગુરુ શિષ્ય બંનેને તેવો વિશ્વાસ પેદા થયો.
મુનિ સ્થૂલિભદ્ર ગુરુચરણમાં સાધુવેશ ધારણ કરી ગુરુદેવને સમગ્રપણે સમર્પિત થઈ ગયા હતા. પાપના પ્રક્ષાલન માટે સૌ પ્રથમ વડીલ સાધુજનોની વૈયાવચ્ચ વિનય સહિત કરવા લાગ્યા. તપ દ્વારા ઈન્દ્રિય, દેહ અને વાસનાનું દમન કરવા લાગ્યા અને જ્ઞાનની આરાધનામાં અપ્રમત્તપણે ગૂંથાઈ ગયા. તેમની સાધના અપૂર્વ કોટિની હતી.
કોશાના આવાસના યૂલિભદ્ર અને આજના યૂલિભદ્ર ઓળખવા શક્ય ન હતા. તેમને પ્રિય-અપ્રિય સુકોમળ અને શુષ્ક બધું સમાન હતું. ભૂતકાળ તો ગુરુકૃપાએ એવો ભૂંસાઈ ગયો કે વાસનાનું એક છિદ્ર ન ટક્યું. ક્યાંક ક્ષણકાર્ય સ્મૃતિ ઝબકતી ત્યારે સજાગ થઈ તેને મનપ્રદેશથી દૂર ફેંકી દેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org