________________
૯૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
શકીશ !”
ગુરુદેવ : “સ્થૂલિભદ્ર તારો જીવનવૃતાંત મેં જાણ્યો. તારા પિતાનો મને પરિચય છે. તારા શબ્દોમાં હ્રદયને પાવન કરવાની જ્વાલા પ્રગટી છે. તું કાંચન જેવો પવિત્ર થઈ શકે છે. માટીયુક્ત કાંચનને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમ તારા સાચા પશ્ચાત્તાપરૂપી અગ્નિથી તારાં પાપો નાશ પામશે અને તું વિશુદ્ધ થઈ જશે.”
“મારા અંતરમાં પડેલા સૂક્ષ્મ વિકારોનો નાશ થશે ?”’ ગુરુદેવ : તું સાંસારિક ભ્રમણાનો ત્યાગ કરી નિર્દોષ બની જા. તે ભ્રમણાઓ પ્રત્યે ઉપેક્ષા કર. ઇન્દ્રિય વિષયનો વિજેતા થઈ સંયમવી૨ તરીકે નવો જન્મ ધારણ કરી લે. સાધુત્વથી સઘળાં પાપોનો નાશ થશે.’’
“અન્યોન્ય ત્યાગ પર નભતા સંસારમાં ગૃહસ્થોનો સ્વજનોનો પ્રેમ તો જરૂરી છે તેં તે તત્ત્વને યથાર્થપણે ન સ્વીકાર્યું તેથી દુ:ખી થયો છું.”
સંભૂતિ મુનિને શરણે જઈને તેણે પુનઃ અંતરવ્યથા વ્યક્ત કરી, સ્થૂલિભદ્ર પશ્ચાત્તાપથી સળગી રહ્યો હતો. આત્મા જાગ્રત થયો હતો. પુનઃ બોલ્યો “ગુરુદેવ હું મહાપાપી છું. મારો ઉદ્ધાર કરો. મહાઆમાત્ય શકટાલનો પુત્ર, મારું કુળ ઉત્તમ પણ કાર્યો અધમ છે. ગણિકાના સહવાસથી આ દેહ પણ અતિ અપવિત્ર છે'' ભદ્રની આંખોમાં આંસુની ધારા હતી.
“વત્સ વધુ કહેવાની જરૂર નથી. તારું હાર્દિક પ્રાયશ્ચિત્ત જ તારા પાપને ધોઈ નાંખશે, સુવર્ણને અગ્નિસ્પર્શ થયો છે તે જરૂ૨ શુદ્ધ થશે.’’ ગુરુદેવ, શું મારા દેહના અણુઅણુએ વ્યાપેલી વાસના નાશ પામશે ? મારા આત્માને શાંતિ મળશે ? પિતાના બલિદાનનું કલંક લઈને આવ્યો છું. આ રીતે ઋણને લજવ્યું છે.”
“તું તારા ભૂતકાળને ભૂલી જા. સાધુત્વમાં એવું સામર્થ્ય છે કે તે જન્મોજન્મની વાસનાને ભસ્મ કરી શકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org