________________
૯૪ ૦ સંયમવી૨ સ્થૂલિભદ્ર
જ ગયો હતો. રથાધ્યક્ષે કરેલી અક્ષમ્ય ક્ષતિ માટે નમીને જીવતદાન માંગી પુનઃ લીધું. ભૂતકાળની તેની સેવા અને પરાક્રમોને કારણે તેને જીવતદાન મળ્યું. રાજસભામાં કેટલાક અભિનય ભજવાઈ ગયા. મહારાજે આજ્ઞા કરી.
“શ્રીયકને મંત્રીમુદ્રા પહેરાવો અને તેનો સાત દિવસ પછી લગ્નોત્સવ શરૂ કરો, તેમના પિતાનું સ્થાન અમે લઈશું.” આમ સર્વ કાર્યો નિયતિ પ્રમાણે પૂર્ણ થયાં.
એકલો જાને રે
66
સ્થૂલિભદ્રે પાટલીપુત્ર નગરની સીમા છોડી જંગલની વાટ પકડી. ખુલ્લે પગે અર્ધખુલ્લા દેહે કાંટા કાંકરાના માર્ગો વીંધી આગળ ચાલ્યો. પણ ક્યાં જવું ? કાંઈક મૂંઝાયો. તેને રાજવૈભવો અને ઊંચનીચના ભેદરહિત સ્થળે જવું હતું. જ્યાં મોહમાયાનો ઘેરાવો ન હોય એવા ની૨વ સ્થાનને તે ઝંખતો આગળ વધ્યો. કુદરતનું સૌંદર્ય ઘડીભર મીઠું લાગતું હતું પણ તેને તો આ બધું ત્યજી દેવું હતું. તેનો હાથ પકડનાર ગુરુની તેને જરૂર હતી.
અચાનક તેને યાદ આવ્યું કે પિતાજી સાથે મહાયોગી ભદ્રબાહુ અને સંભૂતિ મુનિ પાસે તે જતો હતો. ભદ્રબાહુ તો એકાંતવાસમાં હતા. પરંતુ આ પ્રદેશના ઉદ્યાનમાં શ્રી સંભૂતિવિજ્ય મુનિરાજ બિરાજતા હતા. તેને થયું કે મારું મનદુઃખ મુનિરાજ દૂર કરી શકશે ? સાધુત્વમાં સઘળાં પાપો નાશ કરવાની અને સંસારથી બચાવવાની શક્તિ છે. પિતાજી એ માર્ગે જવાના હતા. હું તે જ માર્ગે જઉં ? આમ વિચારી તેણે તે ઉદ્યાન તરફ પગ ઉપાડ્યા.
પિતાજી સંયમના માર્ગે જવાના ભાવ કરતા હતા તેમાં મેં જ અંતરાય કર્યો. હવે એ માર્ગે જઈને મારું આંશિક કર્તવ્ય બજાવી શકીશ. સંયમ એટલે સાધુત્વ. પ્રારંભમાં કષ્ટદાયક પણ પરિણામે અમૃત. આમ વિચારી તે આગળ વધતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org