________________
૯૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
“ધન્ય ભદ્ર, આજે મગધને પુનઃ સમર્થ પિતાનો પુત્ર મંત્રીપદે મળશે.” “હે પ્રજાજનો ખૂબ ઉત્સવ મનાવો.”
ભદ્ર બોલી ઊઠ્યો.
મહારાજા મારો આશય બરાબર સમજો. મંત્રીપદની સાધના તો મંત્રીશ્વરે પૂરી કરી છે, મારું તેવું સામર્થ્ય નથી. તેઓ મારી રાહ જોતા હતા કે હું તેમનો ભાર ઉઠાવું અને તેઓ ભદ્રબાહુજી પાસે સંયમની આરાધના કરી આત્મકલ્યાણ કરે પણ મારા પાપે તેમની તે ભાવના અધૂરી રહીમારે તે પૂરી કરવી છે, મારે એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. મને રજા આપો હું જાઉં છું.”
“ક્યાં જાય છે ભદ્ર? કંઈ સમજાતું નથી.”
“મહારાજા, વનમાં સંભૂતિ મુનિના શરણમાં જવા મને આશીર્વાદ આપો. મારાં પાપોને સાધનાની ભઠ્ઠીમાં બાળવા રજા આપો. હું સૌની ક્ષમા માંગું છું. મારાં પાપોની સૌ સહાનુભૂતિ દાખવજો.” “તેણે રાજસભા તરફ એક દૃષ્ટિ કરી લીધી.
સ્થૂલિભદ્ર ભાઈ તથા બહેન તરફ જોયું. સૌ રડતાં હતાં. “ભાઈ ચાલો ઘરે ચાલો. સર્વ સમૃદ્ધિ તમારી છે. પિતાનું સ્થાન લઈ અમને સંભાળી લો.”
કોમળ પુષ્પ જેવી કોશાના કેદમાંથી છૂટેલાને આજે આ સ્નેહની કેદ રોકી શકે તેમ ન હતી.
“બહેનો, ભાઈ શ્રીયક મને માફ કરો. તમે સૌ નખશિખ પવિત્ર છો. હું નખશિખ અપવિત્ર. એનો મેળ ન થાય.”
યક્ષા : “ભાઈ તારું હૃદય પ્રાયશ્ચિત્તથી પવિત્ર થયું છે. પાપની મૃતિને હવે તારે ભૂલી જવાની છે. શ્રીયકના લગ્નોત્સવમાં મોટાભાઈ તરીકે તું ફરજ બજાવતો જા.”
“બહેન ! તમે મારા સન્માર્ગમાં સહાયક થાવ. સંસારના રંગરાગ મને હવે ડંખે છે. મને તેમાંથી મુક્ત થવા દો.”
“સંસાર મારે માટે મભૂમિનું અરણ્ય છે. વનની વાટે સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org