________________
સંયમવી૨ સ્થૂલિભદ્ર
લોક સહસ્ર મુખે બોલતું હતું અરેરે ક્યાં મહાઅમાત્ય અને ક્યાં મંત્રીનો વડો પુત્ર ! ભદ્રને જાણે વીંછીના ડંખ શ૨ી૨ને લાગતા હોય તેમ સાંભળતો હતો.
પિતાના પાર્થિવદેહને ચંદનકાષ્ઠમાં જલતો જોતો પૂતળાવત સ્થૂલિભદ્ર રડી પણ ન શક્યો. એ શબને સ્પર્શ કરવા જેવી મારામાં યોગ્યતા નથી તેમ વિચારતો હતો. અંત્યેષ્ટિક્રિયા સમાપ્ત થઈ. સૌ વિદાય થયા, મહારાજા સ્થૂલિભદ્રના મુખની વેદના કળી ગયા, તેમણે તેને આશ્વાસન આપ્યું.
‘‘સ્થૂલિભદ્ર તારા જ પિતા મરણ નથી પામ્યા પૂરી મગધનગરીની પ્રજાના પિતા મરણ પામ્યા છે. હવે આ મંત્રીમુદ્રા શોભાવો અને રાજ્યની તથા પ્રજાની ખોટ પૂરી કરો.”
મહારાજા મને થોડી વાર એકાંત આપો.”
“પરંતુ જલ્દી પાછા વળજો.’’
સ્નેહીજનોને મળ્યા વગર ભદ્ર અશોકવાટિકામાં ગયો, સૌને લાગ્યું કે અરે આ તો પાછો ભાગ્યો કોશાના આવાસે. કોઈ ધિક્કારતા હતા, કોઈ દયા ખાતા હતા.
સ્થૂલિભદ્રનું મહાભિનિષ્ક્રમણ
તે અશોકવાટિકામાં પહોંચ્યો, એ ઘણું રમણીય સ્થળ હતું. ભદ્ર અહીં કોશા સાથે ઘણી વાર આવતો, કાવ્યરચનાઓ કરતો. આજે તે અતિ દુઃખથી ભરેલા દૈન્ય પ્રસંગે આવ્યો હતો. પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તે બળી રહ્યો હતો. અંત૨માંથી પોકાર આવતો હતો.
“તારો જન્મ વ્યર્થ ગયો. ત્યાગમૂર્તિ પિતાની આશાઓને ભસ્મ કરી હત્યાનું નિમિત્ત બન્યો. હવે આ પાપ ક્યાં જઈને ધોઈશ ? શું આત્મહત્યા કરું ?”
ક્ષણેક નાભિમાં પડેલા સંયમના સંસ્કારનો પ્રતિધ્વનિ સંભળાયો અને બુઝાઈ ગયો. આત્મહત્યા કરું, પછી ન કોશાનું આકર્ષણ. ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org