________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૯ “શું પિતાજી અવસાન પામ્યા?” “ના તેમની હત્યા કરવામાં આવી છે.” “હત્યા કોણે કરી ?” “શ્રીયકના હાથે
“અરે જળમાંથી અગ્નિ પેદા થાય પણ શ્રીયક આ કાર્ય ન કરે. મને છેતરીને લઈ જવાની આ વાત છે.” સ્થૂલિભદ્ર ઉગ્ર થઈ ગયા.
“આપ જાતે આવીને જુઓ.”
ભદ્રના હૃદયમાં પિતાનું સ્થાન એવું પવિત્રપણે અંકાયેલું હતું કે જ્યારથી તેણે કોશાને સ્વીકારી ત્યારથી પોતાને પાપી માની, પિતાના પવિત્ર નામનું ઉચ્ચારણ પણ કર્યું ન હતું. એટલે ક્ષોભ પામીને પ્રથમ તો હતાશાથી કોશાનો કોમળ હસ્ત પકડી લીધો. પછી તરત જ હાથ છોડી ઊભો થઈ ગયો.
કોશા હું જાઉં છું.” સ્વતઃ બોલ્યો : “શ્રીયકે કોઈ અદમ્ય કારણસર પિતાની હત્યા કરી હશે પણ મેં તો તેમને જીવનભર સંતાપ આપ્યો. આ ધરતી મારા પાપનો ભાર ઝીલી શકશે ?”
કોશા પણ કિંકર્તવ્યમૂઢ થઈ મૌન રહી. ભદ્ર પળવારના વિલંબ વગર ચાલી નીકળ્યો. કોશા સજળ નેત્રો વડે તેને જોઈ રહી. મનમાં આશંકાઓનો ધોધ ઊમટ્યો. હવે શું? બારબાર વર્ષનું સ્નેહનું ઐક્ય આમ એક જ ઝપાટે તૂટી જશે! કોશા મનોમન સાંત્વના લેતી કે રંગશાળાના નિર્માણ પછી ભદ્ર જીવનસાથી તરીકે સ્થિર હતો. પાપ તાપ-સંતાપને કોશાના સમર્પણની શીતળતામાં સમાવી દીધા હતા. કેવું સ્વર્ગીય સુખ તે આમ એક નિમેષ માત્રમાં ઝૂંટવાઈ જશે? ના, ના તે તો હવે મહામંત્રીપદ લઈને પુનઃ પધારશે, પછી સુખમાં શું ખામી રહેશે?
રથાધ્યક્ષે માર્ગમાં રાજખટપટની બધી જ વિગત જણાવી. તેઓ રાજદરબારે પહોંચ્યા. સ્થૂલિભદ્ર સ્મશાનયાત્રામાં નીચું મુખ રાખી જોડાયો. અંત્યેષ્ટિક્રિયા કરાઈ તે યંત્રવત જોઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org