________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૭ મસ્તક-મુખ પર સ્વામીભક્તિની એ જ ચમક હતી. નંદરાજ પાગલની જેમ ચીસ પાડી ઊઠ્યા.
શ્રીયક તેં આ શું કર્યું ?” “મહારાજ કર્તવ્યનું પાલન કર્યું !”
“તે પિતૃહત્યાથી ? મહાઅમાત્યના ખૂનથી ?” મહારાજા અત્યંત આક્રોશમાં બોલતા હતા.
શ્રીયક: મહારાજા, અમારી કુળપરંપરાનો સેવાધર્મ છે કે મગધના શત્રુનું આ પૃથ્વી પર અસ્તિત્વ ન હોય. સાપ તો મરાયા હવે સાપના બચ્ચાં હાજર છે. આજ્ઞા આપો કોઈ શૂરા સામંતને હું અને મારી સાતે બહેનો હાજર છીએ. અમારા બલિ દ્વારા મગધ રાજ્યના હચમચી ગયેલા પાયાને સ્થિર કરો. પિતાજી ધન્ય બની ગયા અમને પણ તક આપો. પિતૃઆજ્ઞાનું પાલન અને મહારાજાના શંકાનિવારણ માટે પિતાનું બલિદાન દેવાયું છે.”
આ સાંભળી નંદરાજાનું લોહી થીજી ગયું. સાથે સત્ય વસ્તુનું ભાન થયું. તેઓ કંપતા અવાજે બોલ્યા. એકેશ્વરી મહામંત્રી ગુમાવ્યા
શ્રીયક તારો રાજા યુદ્ધમાં ક્યારે પણ ક્ષોભ પામ્યો નથી એટલો આજે હતાશ બન્યો છે. આવું મહામૂલું બલિદાન શા માટે આપ્યું? તેમનાં નયન સજળ હતાં. “મારો એકેશ્વર મહામંત્રી હું મારી જ ભૂલથી ખોઈ બેઠો” સભામાં ગુંજન થયું.
“અમારા એકેશ્વર મહામંત્રી.” પણ હવે રાજાપ્રજાની બાજી હાથથી સરી ગઈ હતી.
મહારાજ પિતાજી ભગવાન મહાવીરના શ્રમણોપાસક હતા. તેઓ માનતા કે વેરથી વેર શમતું નથી. મગધની ધરા ભોગ માંગે છે. તેમણે તેનું પ્રાયશ્ચિત્ત કર્યું. તેમનો છેલ્લો સંદેશ છે: “ભગવાન મહાવીરની ભૂમિને નિર્વેરથી સિંચજો.” શ્રેયકનાં ચક્ષુ આંસુથી ભરેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org