________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૯૫
ઓહ ! કેટલાય વર્ષોથી સેવેલો કોમળતાયુક્ત દેહ આજે તવાઈ રહ્યો હતો. પગે ચીરા પડ્યા હતા. આજે તો તે રણસંગ્રામના યોદ્ધાની જેમ ત્યાગમાર્ગે જઈ રહ્યો હતો, એટલે કાયાની માયા વિસરાઈ ગઈ હતી. મનમાં લગની હતી. સંભૂતિમુનિના ચરણના સેવનની.
શ્રી ભદ્રબાહુના ગુરુબંધુશ્રી સંભૂતિમુનિ હજારો સાધુસાધ્વીગણના આચાર્યપદે હતા. જૈન સંઘો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર સૌને માટે તે સન્માનનીય હતા.
શ્રી ભદ્રબાહુ ચ૨મ શ્રુતકેવળી ચૌદ પૂર્વના પરમ જ્ઞાતા હતા. ૫૨મ સિદ્ધિઓના એ ધારક હતા. મહાસંયમી હતા. મહાપ્રાણ સાધનામાં રહેલા તે યોગીને કાતિલ ઠંડી કે મેઘવર્ષાં સ્પર્શી ન શકતી. ક્ષુધા, તૃષા જેવા દૈહિક પિરબળો તેમના દાસ હતા. તેમનાં વચનો મંત્રસમાન સામર્થ્યવાળાં હતાં. અસ્થિગ્રામના ઉપદ્રવ સમયે જેમણે ઉવસગ્ગહ૨ સ્તોત્રની રચના કરી ઉપદ્રવનું નિવારણ કર્યું હતું.
એકાંતમાં ધ્યાનસ્થ રહેવા છતાં તેમના સંયમની પવિત્રતાથી જરૂર પડે સંઘના ઉપદ્રવનું નિવારણ કરતા.
પ્રાસાદમાં પધારતા સાધુજનોના બોધને યાદ કરતો તથા પિતા પાસે સાંભળેલા આ સ્મરણોને યાદ કરતો સ્થૂલિભદ્ર મને મુનિરાજ તા૨શે તેવા ભાવ સાથે મુનિરાજ પાસે પહોંચ્યો. વિનયપૂર્વક વંદન કરી બેઠો.
મહાન ગુરુદેવ સંભૂતિ મુનિના ચરણે પાપનો એકરાર
ધર્મલાભ'
“ધર્મલાભ”નું શ્રવણ થતાં જ સ્થૂલિભદ્રને ખૂબ શાંતિ મળી. “ગુરુદેવ હું સામાન્ય પાપી નથી. મારાં પાપો સામે હિમગિરિ નાનો છે. આ દેહ ગણિકાના સંગથી અપવિત્ર થયેલો છે. મારા મસ્તક પર મહામંત્રી શકટાલ પિતાના બલિદાનનું ભયંકર કલંક છે. મારું શ્રેષ્ઠ નાગકુળ તેને મેં લજવ્યું છે. શું આવા અધમ પાપોથી હું મુક્ત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org