________________
સંયમવી૨ સ્થૂલિભદ્ર – ૧૦૧ રહ્યા હતા. એ જ પ્યારી પિતૃભૂમિ સાથે જન્મોનો ઋણાનુબંધ હતો. કોશા જેવી સૌંદર્યમૂર્તિના કામણગારા દેહનો સહવાસ, તેનો શૃંગારિક આવાસ. આવા મોહગ્રસિત સ્થાન તરફ મુનિ નિશ્ચલભાવે જઈ રહ્યા હતા. મોહરાજા અહીં નબળો પડ્યો. મુનિની સ્મૃતિમાં અંશમાત્ર સ્કૂલના ન હતી. તેમના હૃદયમાં ઉત્તમ ભાવો ભર્યા હતા.
કોશાને વાસનાના વિષથી મુક્ત કરી અમૃત આપવું. તેના દાસદાસીઓને પણ પુણ્યવંતુ જીવન આપી અધમમાર્ગેથી પાછા વાળવા. આમ સ્વ-પર ઉપકારી સાધનાના ઉત્તમ ભાવોમાં મુનિ આત્મિક આનંદ માણી રહ્યા હતા.
ગુરુદેવ પ્રત્યેના બહુમાન અને શ્રદ્ધા વડે, તેમની જ કૃપા વડે પોતે સંયમમાં દૃઢ રહેશે તેવો ભાવ રાખી અડગ શ્રદ્ધાથી પાટલીપુત્ર તરફ ડગલાં ભરતા હતા.
કોશાનો વિરહાગ્નિ
ભદ્રના ગયા પછી વિરહવેદનામાં જલતી કોશાના કંઠમાંથી સંગીત સુકાઈ ગયું હતું. શૃંગારવિહોણી એ રૂપસુંદરીના શણગારો પણ નિરુપયોગી થઈ પડ્યા હતા. કદી એ વિરહનાં ગીતો ગાતી ત્યારે માનવીને તો શું પણ ઝાડપાનને રડવાનું મન થતું. રાતોની રાતો જાગરણમાં વીતતી. દાસીઓ સખીઓ સૌ ચિંતા કરતાં કહેતાં : હવે આરામ કરો. પણ તેનો આરામ લૂંટવાઈ ગયો હતો. કળાકૌશલ્યમાં નિપુણ કોશાનું બધું જ હીર વિરહમાં ચૂંટાઈ ગયું હતું. ભદ્ર આવશે એવી આશામાં ક્યારેક સુંદર કમનીય વેશપરિધાન કરીને, નૃત્યની તૈયારી કરી ઉમંગભેર રાહ જોતી. અંતે નિરાશ થઈ, સઘળો શણગાર ત્યજી વિરહવ્યથાથી મૂર્છિત થઈ જતી. તેનો અંતરનો જખમ ઘણો ઊંડો હતો. પરિચારિકાઓ પણ તેની વ્યથા જોઈ દ્રવી જતી.
દાસીઓ નવા રાજકુમારોને આમંત્રણ આપતી પણ કોશા કોઈના સામે નજર માંડતી ન હતી. તેને કામના હતી એક ભદ્રની. બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org