________________
૧૦૨ ૦ સંયમવર સ્થૂલિભદ્ર સર્વ પ્રત્યે તે વિરક્ત હતી. શ્રીયક આવીને આશ્વાસન આપી ગયા પરંતુ કોશાનો વિયોગ કારમો હતો. ચિત્રશાળા અને રંગભવનમાં ધૂળ ચઢી હતી. તેને માટે એ સર્વ વસ્તુઓ અને જગાઓ સ્મશાનવત હતાં. હવે એક જ ગુંજન ભદ્ર, ભદ્ર.
દાસીઓ કહેતી ભદ્ર હવે અણગાર બન્યા છે તે ક્યારે પણ નહિ આવે. આથી કોશા મુનિને આહારાદિ દાન આપવા લાગી. કેમ જાણે મુનિ બનેલા ભદ્રને એની ભાવના પહોંચે, અને તેના દ્વારે આવે !
તે દાસીઓને કહેતી કે “આવાસનો આકાશદીપ જલતો રાખજો, આપણે સૌ જાગતા રહીશું કારણ કે ભદ્ર આવે ને અંધકાર જોઈને કે ઉચિત સ્વાગત વગર પાછા ફરી ન જાય. તે આવશે, જરૂર આવશે” એમ રાતોની રાતો તે બારીએથી વાટ જોતી બેસી રહેતી.
એક દિવસ તે ગવાક્ષમાં ઊભી હતી તેણે દૂરથી કુમારને મુનિવેશમાં આવતા જોયા, શરીરનું સૌષ્ઠવ જોઈ તરત જ ઓળખી ગઈ, ઊભી થઈ દોડવા લાગી. દાસીઓને સૂચના આપી : “જાઓ ચિત્રશાળા શણગારો, વિરામસ્થાન સજાવો, રસવતી રસોઈ તૈયાર કરો. મારા શણગાર હાજર કરો. ભદ્ર આવી રહ્યા છે.”
અરે રે દેવીને ગાંડપણ વળગ્યું લાગે છે.”
પરંતુ દાસીઓએ જ્યારે દૂરદૂર નજર કરી ત્યારે એક અણગાર ભવન તરફ ચાલ્યો આવતો હતો. એ જ સ્થૂલિભદ્ર. પણ, અરે તેણે કેવો વેશ પહેર્યો છે? કેવો કૃશ કાય થઈ ગયો છે! છતાં કંઈ તેનું મુખ છાનું રહે? સૌએ ઓળખી લીધા કે એ જ ભદ્ર છે. એ જ ગૌરવશીલ પણ ગંભીર પગલે ચાલી આવતા સૌએ ભદ્રને ઓળખ્યા. પુનઃ કોશાના આંગણે
મુનિ સ્થૂલિભદ્રને દૂરથી ચિત્રશાળા તરફ આવતા જોઈ કોશા દોડી. ભદ્ર મુનિવેશમાં હતા. તેમના મુનિપણાની પવિત્રતાથી કોશા સ્વયં પોતાના ભાવાવેશને રોકી રહી, ચિત્રશાળાના પ્રવેશદ્વારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org