________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૯૧ રાજાનો આદેશ ન પ્રજાનો લોકાપવાદ બસ શાંતિ જ શાંતિ.
પુનઃ અંતરધ્વનિ ઊઠ્યો, ભદ્ર આવી કાયરતા ! આત્મહત્યાથી કલંક ધોવાઈ જશે ? વળી તારા સંચિત કર્મ નાશ પામશે? તે તો આત્મહત્યા સાથે બેવડાશે, તને છોડશે નહિ. અને આત્મહત્યાના વિચારમાં તેણે કાયરતા જોઈ. તારી પાસે વિદ્યા છે, જીવન સુધારી લે. વાસનાને ભસ્મ કરી લે. નિર્મળતાનું સામર્થ્ય પેદા કર. જાણે સ્વર્ગસ્થ પિતા તેને પ્રેરક સંદેશો આપી રહ્યા હતા. “જાગ, બેટા જાગ. હજી સમય છે. જીવન સુધારી લે. મારા આશીર્વાદ છે.” જીવક આવું જ કહેતો હતો તેવું તેને અંતરમાં ઊઠ્યું.
પિતાનો અપરોક્ષ ધ્વનિ તેના હૃદયમાં ઊતરી ગયો. નમેલું શીશ તેણે ઊંચું કર્યું. હૃદયમાં દબાઈ ગયેલો ધ્વનિ પ્રગટ થયો અહિંસા, સંયમ,
તપ. સ્થૂલિભદ્ર ઊભો થયો. અંગ પર મુલાયમ વસ્ત્રો તેને ખેંચવા લાગ્યાં અને અલંકારો મણના બોજા જેવા લાગ્યા. તે ભાર ઉતારી ફક્ત એક સાદું લજ્જાવત્ર કમરે વીંટી દીધું અને દઢ નિર્ણય સાથે અશોકવાટિકામાંથી બહાર નીકળી રાજસભામાં પહોંચ્યો.
આજની રાજસભા પણ પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહી હતી. મહારાજા હિતશત્રુઓને યોગ્ય દંડ આપી રહ્યા હતા. વરરુચિ તો ભાગી જ ગયો હતો. રથાધ્યક્ષ અક્ષમ્ય ક્ષતિ માટે રાજાના ચરણે પડી જીવતદાન માંગતો હતો. તે સમયે ભદ્ર એક બાજુએ ઊભો રહ્યો. સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા, મંત્રી મુદ્રા લેનારને શું વસ્ત્ર અલંકાર ત્યજી કિંઈ નવો વેશ લેવાનો હશે?
મહારાજાએ સાશ્ચર્ય ભદ્રને જોયો. અતિ વાત્સલ્યભાવે પૂછ્યું. ભદ્ર વિચારી લીધુંને !
“હા મહારાજ ! પૂરો વિચાર કરી લીધો. પિતાજીની અધૂરી સાધના હું પૂરી કરવા પ્રયત્ન કરીશ. તે માટે દઢનિશ્ચયી છું. આશીર્વાદ આપો.”
ધન્ય ભદ્ર, આજે મગધને પુનઃ સમર્થ પિતાનો પુત્ર મંત્રીપદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org