________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૪૭ કેવું સન્માન કરે છે. જેવા રણવીર છે તેવા દાનવીર છે.”
“મારા નાથ આ સન્માન અંગે જ મારું નિવેદન છે.”
સભામાં ગણગણાટ શરૂ થયો. કાવ્યરસના પ્રવાહમાં મંત્રી રાજે ક્યાં આ પથરો ફેંક્યો. પરંતુ મંત્રીરાજની વિરુદ્ધ કહેવાનું મગધરાજ્યમાં કોઈ કલ્પના કરી શકતું નહિ. મગધશ્વર પણ મહામંત્રીનું સ્થાન સમજતા હતા.
ભલે મહામંત્રીરાજ જે કહેવું હોય તે ટૂંકમાં કહો”
મહારાજા, અપરાધની ક્ષમા ચાહું છું. મારું નમ્ર નિવેદન છે કે આ પંડિતવર્ય વરરુચિને કહો કે આ પ્રકાંડ વિદ્વાનોની સભા છે, તેમાં પુરાણાં સુભાષિત બંધ કરે, નવી કાવ્યરચના પ્રસ્તુત કરે. દાનસન્માન નવીન કાવ્યો માટે શોભે.”
વરરુચિ અપમાનથી કાળઝાળ થઈ ગયો. “કોણ કહે છે મારાં સુભાષિતો પુરાણાં છે.” “હું કહું છું પંડિતવર, મેં આવાં કાવ્યો સાંભળેલાં છે.” સ્વસ્થ ચિત્તે મંત્રીરાજે જવાબ આપ્યો.
વરરુચિનું જિગર ચિરાઈ ગયું. “પ્રમાણ આપો.” મહારાજે પણ કહ્યું “મંત્રીરાજ પ્રમાણ શું?”
“મહારાજ પ્રમાણ વગરની વાત હું કરતાં શીખ્યો નથી. આ બધાં કાવ્યો હું નહિ પણ મારી પુત્રીઓ પણ જાણે છે.”
વરરુચિને ભયંકર અપમાન લાગ્યું. “બોલાવો તમારી પુત્રીઓને, આનો નિર્ણય આ જ ઘડીએ થવો જોઈએ.”
“સત્યાસત્યના નિર્ણય માટે હું અને તમે કોણ ? એ તો મગધરાજના સિંહાસનનું કામ છે.” ( શ્રેષ્ઠ કવિ વરરુચિની કાવ્યસભામાં હાર ?
અંતઃપુરના સ્ત્રી-પરિવારમાં તેમની પુત્રીઓ બેઠી હતી.
મહામંત્રીએ ખૂબ સ્નેહપૂર્વક કહ્યું: “ક્ષા બેટા સભાગૃહમાં આવો, જોજો કંઈ સંકોચ કરશો મા.”
છે
:
:
: : - કારતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org