________________
૬૦૦ સંયમવીર ધૂલિભદ્ર રંગશાળા ખુલ્લી મુકાઈ. પ્રત્યેક દિવસે નવીન નૃત્યો રજૂ થતાં. સૌ કહેતાં અદ્ભુત અદ્દભુત. રંગશાળાની રચનાના કયા દશ્યને વધુ - પ્રશંસવું તે પણ સૌ માટે આશ્ચર્ય હતું.
આજે આખરી દિવસ હતો. મહારાજા નંદ અને અન્ય માનવંતા મહેમાનો, શ્રેષ્ઠિઓ પધાર્યા હતા. રંગમંડપ સ્વર્ગની ઈન્દ્રસભાને ભુલાવે તેવો હતો. મગધેશ્વર નવીન કલાત્મક સિંહાસન પર બિરાજ્યા હતા. બાજુમાં મહારાશીની બેઠક હતી. અન્ય પદાધિકારીઓ યોગ્ય સ્થાને બિરાજ્યા હતા. જનતા યોગ્ય સ્થાને ગોઠવાઈ હતી.
સમય થતાં ભેદી અને મધુર નાદ સાથે પડદો ઊંચકાયો. કોઈએ સ્વર્ગ તો જોયું ન હતું પરંતુ રંગશાળાના રંગમંચ પર સૌને સ્વર્ગીય શોભાનાં દર્શન થયાં. સ્વર્ગમાંથી અપ્સરા ઊતરી આવે તેમ એક દેવી નૃત્ય રજૂ થયું. વાદ્યોના મધુર નાદ સાથે યંત્રોની કરામતથી રંગમંચના દૃશ્યોનું થતું આશ્ચર્યકારી પરિવર્તન કોઈ શું જુએ અને શું ના જુએ. શું સાંભળે અને શું ના સાંભળે? એ નૃત્યમાં વીણાના સ્વર ભળ્યા ત્યારે સૌ પ્રગટ અપ્રગટ બોલી ઊઠ્યા: આ તો સ્થૂલિભદ્રની વીણાના સ્વર. એ સ્વર અને નૃત્ય એક જ છે કે જુદાં એ તો કલારસિકો જ જાણી શક્યા. સ્વર-નૃત્યનું ઐક્ય અદ્ભુત હતું. લોકો ભૂલી ગયા કે સ્થૂલિભદ્ર કુળને કલંક લગાડ્યું છે. સૌનાં મન પ્રસન્ન હતાં.
આ પ્રમાણે સાતેકવાર અભિસારિકાનાં નૃત્ય થયાં. સૌને લાગ્યું કે દરેક અભિસારિકા – નૃત્યાંગના જુદી છે. પણ એવું ન હતું તે સાતે અભિનયમાં કોશાની જ સિદ્ધિઓ હતી. તેમાં પણ જ્યારે રંગમંચ પર પુષ્પ અને સોયોની કલાત્મક રચના વચ્ચે અભિસારિકાએ અજબનું નૃત્ય કર્યું ત્યારે સૌ પૂતળાની જેમ મંત્રમુગ્ધ થઈ ગયાં. જો નૃત્યમાં એક ક્ષણ માટે એક જ પગલું ચૂકે તો સોયોથી પગ વીંધાઈ જાય. દ્રુત ગતિએ ઊપડતી કુમળી પગલીઓની આ અદ્દભુત નૃત્યરચના પર સૌ વારી ગયાં.
અદ્દભુત અદ્દભુત અદ્દભુત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org