________________
સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૬૩ સર્વ પ્રકારે સફળતાને પ્રાપ્ત એવા રંગશાળાની અદ્દભુત યોજના અને રંગમંચ પરના કાર્યક્રમથી ભદ્ર-કોશા બંને ખૂબ પ્રસન્ન હતાં. તેમાં વળી કોશાની હૃદયની સમર્પણતાથી ભદ્રના હૃદયમાં પણ કોશા પ્રત્યે એક અદ્દભુત નારી તરીકે ઉચ્ચભાવ સ્થાયી થયો. આ પ્રસંગ પછી ભદ્ર-કોશા ખૂબ આનંદપૂર્વક જીવન ગાળવા લાગ્યાં. કોશાને તો લાગ્યું કે દુનિયાનો સઘળો દૈવી વૈભવ તેને મળી ગયો છે. સ્વર્ગ પણ તેને ઝાંખું લાગવા માંડ્યું.
પણ રે કાળ! તારી ધરા પર આવા કેટલા ખેલ ખેલાયા અને વિલીન થયા? સંસારસુખની ટોચ બતાવ્યા પછી તું તેને ક્યારે નીચે ઉતારી દે છે ? હા પણ જેઓ એ ખેલને ઓળખી લે છે તેઓ જીવનના ઉચ્ચ તત્ત્વ માટે સઘળું ત્યજીને જીવનને સાર્થક કરી લે છે. ભદ્ર-કોશા માટે એમ જ નિર્માણ થયેલું છે. - ભદ્રના ચિત્તમાં કોશાના સંપર્કમાં પાપ છે તે વાત કોશાના એકેશ્વરી સમર્પણભાવથી ભૂંસાઈ ગઈ. કોશાના સંસ્કારની ઉત્તમતા તેને સ્પર્શી ગઈ. ભદ્ર અને કોશા જીવનમાં ભોગ ઉપભોગમાં મસ્ત રહેતાં. સાથે કાવ્યકલા અને નૃત્યકલાનું ઐક્ય પણ સાધી લેતાં. કોશાએ સેવેલા જીવનના મનોરથો જાણે સુખને આંબી જતા તેમ તેને લાગતું. હવે જીવનમાં ક્યાંય અજંપો કે સંતાપ ન હતાં.
તેનો આવાસ અને ઉદ્યાન સુખનાં સાધનોથી ભરપૂર હતો. જળક્રીડાના સ્થાનો, રમણીય ઉદ્યાનો, પશુપંખીના મીઠા કલરવ, નાટક મંડળીઓ, નૃત્યકલાનાં સાધનો, સોનારૂપાનાં પાત્રો, હીરે મઢેલી ચોપાટબાજી જેવાં સાધનો, પૂરી ચિત્રશાળા શૃંગારસાધનોથી સજ્જ હતી. સાંસારિક સુખનાં સાધનોની કોઈ કમી ન હતી. યુવાની હતી હૃદયનું ઐક્ય હતું. કોશા માટે સ્વર્ગ ઊતરી આવ્યું હતું. - ભદ્ર અને કોશા એક કાયાની છાયારૂપ જીવતાં હતાં. ક્યારેક ભદ્ર તેની ભીતરમાં છુપાયેલા સંસ્કારના બળે ઉદાસીન બની જતો ત્યારે કહેતો કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org