________________
૬૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર વપરાયું છે ને ?”
મગધનું ધન મગધ માટે વપરાયું તે સાર્થક છે, મહારાજ !”
કોશાના ઉત્તરથી પિતૃવાત્સલ્ય સમા અને દાનશૂર મહારાજની પ્રસન્નતા વૃદ્ધિ પામી. અને રંગશાળાનું તમામ ખર્ચ રાજ્યભંડારમાંથી મળશે તેમ જાહેરાત કરી તેઓ વિદાય થયા. સૌ વીખરાવા લાગ્યાં.
પાટલીપુત્ર અને પૂરા મગધરાજ્યમાં કોશા પ્રશંસનીય બની ગઈ. વિદ્વાનો કવિઓ તેની પ્રશસ્તિઓ રચવા લાગ્યા. સમસ્ત રાજ્ય ધન્ય બની ગયું. વાતાવરણ પણ ધન્ય ધન્ય ધ્વનિથી ગાજી ઊઠ્યું. એવું લાગે કે કુળનું ઊંચનીચપણું કલ્પના હશે !
ઉત્સવ પૂરો થયો. છેલ્લી વિધિ પતાવીને કોશાએ વસ્ત્રો બદલતાં નિસાસો નાંખ્યો. બાજુમાં ઊભેલા ભદ્રથી તે છાનો ન રહ્યો. “કોશા આવું ભાગ્ય રાજવંશીને પ્રાપ્ત નથી થતું છતાં તું નિસાસો નાખે છે ?”
“ભદ્ર, સમયના વહેણ જતાં આ રંગશાળાનો રંગ કદી ફિક્કો નહિ પડે ! પછી એને કોણ ચાહશે ? હું તો શું પણ રંગશાળા અમર બનશે ?”
કોશા જ્યાં ભદ્રકોશાનું ઐક્ય હશે ત્યાં મૃત્યુ પણ અમર બનશે.” કોશા પ્રસન્ન થઈ ઊઠી.
“ભદ્ર ભલે પથ્થરની ઇમારત નાશ પામે પણ તારા પ્રેમથી હું અમર બની ગઈ !” ઓ મારા ભદ્ર ! તેં હજી કોશાને ન ઓળખી. આ રંગશાળા રાજા-મહારાજાઓને રાજી કરવા માટે ન હતી. મારે કોઈ નવી કીર્તિ મેળવવી ન હતી. એ તો ફક્ત તારા માટે હતી. તારા મનને રીઝવવા માટે હતી.” ( ભદ્ર કોશાનું ઉત્તમ નારીત્વ ઓળખ્યું
ધન્ય કોશા” ભદ્ર ગણિકાના હૃદયમાં રહેલા અજોડ નારીતત્ત્વ પ્રત્યે ઝૂકી ગયો. તેને પોતાના બાહુપાશમાં સમાવી લીધી. રાત ઘેરાતી હતી બંને સુખદ રાત્રીને માણી નિદ્રાધીન થયાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org