________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૭૭ આમંત્રણ મોકલ્યું હતું. તેમાં વરરુચિએ શંકાસ્પદ ઉમેરો કરી રાજાને જાણે પોતે વધુ વફાદાર હોય તેમ રજૂઆત કરતો. આથી મહારાજા પણ વિચારમાં પડી ગયા. તેમાં વળી પોતાની ભાવિ પત્ની ઉપકોશા પાસેથી સાંભળેલી અદ્ભુત શસ્ત્રોની વાત પણ હળવેથી તેણે જણાવી દીધી. મહારાજા શંકા સહિત વિચારવા લાગ્યા કે મારું સામ્રાજ્ય પણ સૈન્ય શ્રીયકના હાથમાં. મારા ગુપ્તચરો અને મહત્ત્વના માણસો મહામાત્યની આજ્ઞામાં.
તેમાં વળી શસ્ત્રાગારની રચના ?
મહારાજાનું મન મહામંત્રી પ્રત્યે અવિશ્વાસથી ભરાઈ ગયું. આથી તેમને થયું કે સત્તાના મદમાં મહાઅમાત્ય વરરુચિને જાહેરમાં ઝાંખપ લગાડી હતી. તેમણે મને એકાંતમાં કહ્યું હોત તો હું યોગ્ય પગલાં લેત. તેમની વાત કદાચ સત્ય હોત તોપણ ભર્યા દરબારમાં વરરુચિ સાથે મારી પણ હાંસી થાય તેવું શા માટે કર્યું? - આમ અનેક શંકાઓથી મહારાજ ઘેરાઈ ગયા હતા ત્યાં રથાધ્યક્ષ અંદર આવવાની રજા માંગી.
“મૂંઝાયેલા મહારાજાએ કહ્યું આવ ભાઈ આવ.”
મહારાજા પાસે હાજર થઈને તેણે કહ્યું કે “મહારાણીએ કહેવડાવ્યું છે કે મહારાજા આજે નગરચર્યા જોવા જાતે નીકળે.”
“કેમ ?'
મહારાણીની દાસી આજે સમાચાર લાવી છે કે મહાઅમાત્યના ગર્ભગૃહમાં નવાં શસ્ત્રો તૈયાર થઈ રહ્યાં છે અને શ્રીયક નવું સૈન્ય તૈયાર કરી રહ્યા છે. વળી ઉપકોશા પણ કાંઈ આવા નવા શસ્ત્રાગારના સમાચાર કહેતી હતી.
મહારાજાને પણ લાગ્યું કે પોતાની સત્તા જોખમમાં છે માટે તેમણે રાજસત્તાનો દોર પોતાના હાથમાં લેવો જોઈશે.
રથાધ્યક્ષ તેમનો વિશ્વાસુ સેવક હતો. તેને સાથે લઈને રાત્રે તેઓ વેષ પરિવર્તન કરી નગરચર્યા માટે નીકળી પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org