________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૩ સ્વામીના ચરણે બેસીએ, ન ઝેર ન વેર.”
યક્ષા કહે: “પિતાજી એમ જ કરીએ.”
હે વત્સો, તમારા પિતાને એવી કાયરતા ન શોભે. વળી બીજો સ્વામી કે બીજી પ્રજા પણ ન હોય. મગધના લોકમાનસ પર ઝેરના ડાઘ ઊંડા ગયા છે તે મારા લોહીથી ધોવાશે. સાધુ થયા પછી પણ એ ડાઘ તો ઊભા રહેશે.”
શ્રીયક: “બીજો કોઈ ઉપાય !”
મને પ્રારંભમાં થોડોક ક્ષોભ થયો હતો. મહારાજાને મળવા રાજમહેલે ગયો, પરંતુ શંકા અને રોષથી ઘેરાયેલા મહારાજે મુલાકાત જ ન આપી અને રાતોરાત તેમણે આ નિર્ણય લીધો છે.
મારે વેળાસર નિવૃત્ત થયું હતું, સ્થૂલિભદ્ર કુળપરંપરાનું પદ સંભાળે તેવી આશા હતી. તું પણ સંભાળે તેવો છે પરંતુ નિયતિમાં કંઈ જુદું જ લખાયું છે. હવે કોઈ અન્ય ઉપાયથી સમાધાન નહિ થાય.
શ્રીયક, મહારાજાને હાથે મરું તો મહારાજાને કલંક લાગે, મારે મારા સ્વામીને માથે કલંક નથી આપવું અને કુટુંબનો વિનાશ પણ જોવો નથી.
“સ્થૂલિભદ્ર મારા હૃદય પર ઘા કર્યો છે, પરંતુ તારે તો મહા પરાક્રમ કરવા પિતૃઆજ્ઞા ધારણ કરવાની છે. મને ખાતરી આપ કે ભર રાજસભામાં જ્યારે હું મહારાજાને શીશ નમાવું ત્યારે તલવારના એક જ ઘાએ મારા ધડ પરથી માથું જુદું પાડી મહારાજાને ચરણે ધરી દેવાનું છે.”
શ્રીયક બે હાથે માથું પકડી રડી પડ્યો “ઓહ પિતાજી બીજો ઉપાય બતાવો.”
બેટા ઉપાય હોત તો તારા પિતા જરૂર સ્વીકારી લેત.
મહારાજા કંઈ અપકૃત્ય કરી બેસે તે પહેલાં જ તારે આ કાર્ય કરવાનું છે. મંત્રીપદની સમર્પણભાવનાને ઊજળી કરવાની છે. બેટા શૂરવીર થઈને તૈયાર રહેજે. છતાં તને પિતૃહત્યાનો દોષ નહિ લાગવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org