________________
સંયમવીર ચૂલિભદ્ર ૦૭૯ જેવી આમન્યા રાખતા તે આજે મળવાનું ટાળે ! મહાઅમાત્ય સચિંતા પોતાના પ્રાસાદે પાછા વળ્યા. મહારાજની રાતની નગરચર્ચા વખતે તેમની પાછળ એક પડછાયો આડોઅવળો ઘૂમીને ફરતો હતો. તે હતો મહામંત્રીનો વફાદાર સેવક અને ગુપ્તચર જીવક, તેણે આ વાતો સાંભળી અને મૂંઝાયેલો તે મંત્રીપ્રાસાદમાં પહોંચી ગયો. રાજમહેલથી પાછા ફરેલા મહામંત્રીને તેણે સર્વ વાતથી વાકેફ કર્યા. મહામંત્રી મહારાજાએ મળવાનું ટાળ્યું હતું તેનું કારણ સમજી ગયા.
મગધપતિએ નગરચર્ચા જોયા પછી વિશ્વાસુ સૈનિકો દ્વારા રાતોરાત નગરમાં આદેશ અપાયો હતો કે મહારાજાની આણ સિવાય અન્યની આણ સ્વીકારનાર વધને યોગ ઠરશે. સૈન્યને સજ્જ રહેવા આદેશ અપાયો હતો. પોતાના રાજમહેલની રક્ષા માટે વિમલસેનને કડક સૂચના અપાઈ હતી. કાલે સવારે જ રાજસભા ભરાય ત્યારે કેવા પ્રકારે મહામંત્રી અને તેમના પરિવાર તથા સેવકોને જેલ ભેગા કરવા તેની ગુપ્ત મંત્રણા માટે રાજદેવડીએ, રથાધ્યક્ષ, અરે વરરુચિ પણ રાજાના વિશ્વસનીય માણસ હતા, સૌ ભેગા થયા હતા. ( મહામંત્રીએ નગરચર્યામાં સાંભળેલું છે
જીવને આપેલા સમાચાર પછી મહામંત્રી પોતે વેશપરિવર્તન કરી નગરચર્ચાએ નીકળ્યા. ક્યાંક ચર્ચા સાંભળી કે મહામંત્રીએ શ્રીયકના લગ્ન નિમિત્તે શત્રુરાજાઓને બોલાવ્યા છે. નવો શસ્ત્ર સરંજામ તૈયાર કરી મહારાજા નંદની સત્તાનો દોર શ્રીયકને સોંપશે. આમે સામ્રાજ્યમાં મહારાજા કરતા મહામંત્રીનો જ પ્રભાવ વધુ છે. હવે મહારાજાની સત્તાના દિવસો ભરાઈ ગયા છે.
ત્યાં વળી બીજાએ કહ્યું કે છેલ્લા સમાચાર તો એવા છે કે મહારાજા નંદ ચેતી ગયા છે, મહામંત્રીનું કાવતરું ખુલ્લું થઈ ગયું છે. તેમણે સત્તાનો દોર અને સૈન્ય પોતાના હસ્તક લઈ લીધાં છે.
વળી કોઈ કાવ્યપ્રેમી કહે એ સારું થયું. મહામંત્રીએ શસ્ત્રવિદ્યાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org