________________
૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર નામે વરરુચિના સારસ્વત સૂત્રોને ગૌણ કરી દીધા. પેટનો દીકરો ગણિકાને ત્યાં પડ્યો રહે તેને કોઈ દંડ નહિ અને વરરુચિનું ભર સભામાં અપમાન ! આવા મંત્રીને ગરદન મારવો જોઈએ. એમના પાપકર્મનું ફળ હવે મળી જવાનું છે. બ્રાહ્મણની સારસ્વત કળાનું અપમાન કરી બિચારા પરદેશી બ્રાહ્મણને નીચો પાડ્યો. વાસ્તવમાં આવી વાતો વહેતી મુકવાની ચતુરાઈ વરરુચિની હતી.
આ વાતનો તાગ મેળવવા મહામંત્રી વૃદ્ધ ગુપ્તચરનો વેશ ધારણ કરી રાજદેવડીએ પહોંચ્યા. રાજદેવડીએ ગુપ્તચરને કોઈ પણ સમયે પ્રવેશવાનો પરવાનો હતો.
પરંતુ આજે મંત્રણાગૃહમાં મહત્ત્વની મંત્રણા ચાલતી હતી તેથી પ્રવેશ બંધ હતો. તેઓએ મંત્રી મુદ્રા બતાવી છતાં પ્રતિહારે કહ્યું, “આજે પ્રવેશનો સખત પ્રતિબંધ છે.”
“તો હું રથાધ્યક્ષને મળી આવું મારે જરૂરી કામ છે.” પ્રતિહાર: “રથાધ્યક્ષ પણ આ મંત્રણામાં બેઠા છે.” “તો હું વરરુચિને મળી આવું?” તે પણ અહીંયાં જ હાજર છે.”
“તો પછી મારો અગત્યનો સંદેશો છે તો અંતઃપુરમાં મહારાણીને મળી આવું?”
“અરે ભાઈ મહારાણી પણ આ મંત્રણામાં બેઠાં છે.”
મહામંત્રીની એકેશ્વરી ભક્તિને સખત ચોટ પહોંચી. મહામંત્રી વગર આજ સુધી કોઈ મંત્રણાઓ સંભવિત ન હતી. મહારાજાએ ભરસભામાં “કિન્તુ જલ્દી પતાવો” કહીને કરેલું મહામંત્રી પ્રત્યેના કંઈ પણ અણગમાનું બીજ આજે મોટા વૃક્ષમાં પરિણમ્યું હતું.
રાજમહેલમાં સદા માટે રાજા નંદને મળવાનો મહામંત્રીનો પરવાનો પણ આજે ટળ્યો હતો. મંત્રણા મહામંત્રી વગર ! મહામંત્રીને સર્વ તાગ મળી ગયો.
જીવકના શબ્દો સાકાર થયા. તેણે સ્વયં સાંભળેલું કે “સાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org