________________
૭૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર પ્રશંસા કરી તેઓ અંતઃપુર તરફ વિદાય થયા.
વરરુચિ નિવાસસ્થાને પહોંચ્યો પરંતુ અનેક પ્રકારના વિકલ્પોના વહેણમાં તણાતો રહ્યો. રથાધ્યક્ષની સિદ્ધિઓ અને રાજસેવા, ઉપકોશાએ કરેલો ટોણો કે મહાપદ મેળવો પછી ઉપકોશાનો હાથ મળશે. રાજકાજના અટપટા પ્રસંગો. સુમોહા જેવી વિષકન્યાનું સર્જન અને તેનો પ્રાણઘાતક ઉપયોગ. ઓહ! આ રાજનાં સુખ સોહામણાં કે બિહામણાં ?
મગધના જેવું ભવ્ય રાજ્ય અને તેમાં મોહા જેવી વિષકન્યા? સુમોહાનું સ્મરણ થતાં વળી સૌંદર્યપિપાસાથી તે ઘેરાઈ ગયો. પરંતુ તે વિષકન્યા છે તે સ્મરણ થતાં તેની ભયાનકતાથી વિચારવા લાગ્યો. કયાં તક્ષશિલાના તપોવનનું પવિત્ર શાંત જીવન ? અને ક્યાં આ અજંપો? શાને માટે!
આમ વિચારતાં વળી ઉપકોશા સ્મરણમાં ઊપસી આવી. અને તેના મહાઅધિકાર પદની આકાંક્ષાએ તેની વિચારધારા સતેજ બની. મહાઅમાત્ય રાજ્યની ભયાનક ખટપટ, સ્થૂલિભદ્રનો ગૃહત્યાગ છતાં વીર પુરુષ તરીકે સ્વસ્થપણે જીવે છે. અસલમાં તે પણ બ્રાહ્મણ અને કવિ હતા છતાં આજે મગધસામ્રાજ્યના કણેકણમાં વ્યાપી ગયા છે. તો હું કેમ તે પદ પામીને શોભાવી ન શકું? આવાં મીઠાં સોણલાં સેવતો તે નિદ્રાધીન થયો. ( મગધેશ્વરના કર્ણપટ પર વ્યાપેલું ઝેર છે
વરચિની મહારાજા સાથે મિત્રતા ગાઢ થઈ હતી. સમય પારખી વરચિએ પોતાની વિદ્વત્તાના પ્રસંગને મહાઆમાર્ચે ઝાંખો પાડ્યો તેમાં પણ રાજસભામાં એટલે પૂરા સામ્રાજ્યમાં તેનો પ્રસાર થયો તેમ વાત કરી, મહારાજાની સહાનુભૂતિ મેળવી લીધી હતી.
કાવ્યરસિક રાજાને પણ એ પ્રસંગથી દુઃખ હતું. તેમાં વળી મહાઅમાત્ય તો સંધિના ભાવથી શત્રુરાજાઓને પણ શ્રીયકના લગ્નમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org